Vadodara

પ્રેમી પંખીડાએ ડાકોરથી લીધેલો સહારો મહિસામાં મોત સુધી લઈ ગયો

આરોપી ઈસમે યુવકને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને તેને પણ પતાવી દીધી

નડિયાદ, તા.24
મહુધાના મહિસામાં ગઈકાલે મળેલા બે મૃતદેહોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ડાકોરના સીસીટીવી ચકાસતા એક વ્યક્તિ બાઈક પર આ પ્રેમી પંખીડાને બેસાડીને જતો દેખાયો હતો, જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મહિસાનો અને મોરવા હડફમાં રહેતો પ્રકાશ નિનામા (આશરે ઉં.40) ગઈકાલે ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યો હતો. યુવતી લગ્ન હોય અને તેને ગામના અજય નામના યુવક સાથે પ્રેમ સબંધ હોય, તે લગ્નના આગલા દિવસે જ પ્રેમી સાથે ભાગી નીકળી હતી. બંને આશ્રય શોધી રહ્યા હતા, તે દરમિયાન આ ઠાસરાના ખીજલપુરના પ્રકાશ નિનામા ડાકોરમાં તેમને મળ્યો હતો. જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય શોધતું હોય, તેનો લાભ ઉઠાવી તેમને રહેવા માટે આશ્રય આપશે તેવી સાંત્વના આપી. આ દરમિયાન તેમને મહિસા ગામમાં લઈ આવ્યો અને આ ખેતરમાં ઓરડી પાસે એક રાત રોકાવા માટે જણાવ્યુ. દરમિયાન મોડી રાતે પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો અને બાદમાં યુવતી પર અર્ધ બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવતીને પ્રાઇવેટ પાર્ટ પર ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ પ્રકાશ નિનામાના પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પણ પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે તેને આ યુવતી સાથે શારીરિક સબંધો બાંધવાના હેતુસર આ કૃત્ય આચર્યુ હોવાની માહિતી મળી છે.

આરોપી મૂળ મોરવા હડફનો, થોડો સમય મહીસા રહ્યો
હત્યારા પ્રકાશ નિનામાનો મૂળ મોરવા-હડફ રહેતો હતો. આ પ્રકાશના અગાઉ મહિસામાં રહેતા હતો અને છેલ્લા કેટલાય સમયથી ઠાસરાના ખીજલપુરમાં રહેતો હતો અને મહીસામા રહ્યો હોય તે મહીસાની તમામ સ્થાનોથી પરિચિત હતો. જેથી અત્રે આ પ્રેમી યુગલને લઈ આવ્યો હતો.

ડાકોરના સીસીટીવીમાં આરોપી બંને સાથે દેખાયો
આરોપી પ્રકાશ નીનામા ડાકોરના નેત્રમ સીસીટીવી માં બંને પ્રેમી યુગલ સાથે બાઈક પર જતો દેખાયો હતો પરંતુ તે ક્રિમિનલ ધરાવતો હોય તેણે પોતાનું મુખ સીસીટીવીમાં ન દેખાય તે માટે પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ટેકનિકલ સર્વલેન્સ ની મદદથી પોલીસે તેની ઓળખ મળ્યા બાદ તેની ધરપકડ કરી દીધી છે.

Most Popular

To Top