Vadodara

પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલના વિધ્યાર્થીઓ દ્વારા આવતી કાલે માંજલપુર ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે…

શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 4000 વાલીઓ ભાગ લેશે..

ડો.તુષાર ભોંસલે, ડો.કિંજલ ભોંસલે અને ગાયકવૃંદના સુમધુર કંઠે ગરબાની રમઝટ બોલાવાશે.

કાલથી શારદીય નવરાત્રીનો હસ્ત નક્ષત્રમાં પ્રારંભ થશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ તેમજ દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે.નવરાત્રી નિમિત્તે કાલે ગુરુવારના રોજ રાત્રે 9:00કલાકે સીતાબાગ વૃંદાવન ગરબા ગ્રાઉન્ડ માંજલપુર વડોદરા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ચાર હજાર જેટલા વાલીઓ ભાગ લેશે આ ઉપરાંત શાળાના તમામ શિક્ષકો તેમાં સ્ટાફ ગરબી, માંડવડી લઈને માતાજીના ગરબે ઘૂમશે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો આપવામાં આવશે.આ ઉપરાંત નવરાત્રીની સમી સાંજે પોતાના સુમધુર કંઠે ડો.તુષાર ભોંસલે, ડો.કિંજલ ભોંસલે અને ગાયકવૃંદ દ્વારા પારંપરિક ગરબા ગાયને નવલી નવરાત્રીની રમઝટ રેલાવવામાં આવશે.માંજલપુર નવરાત્રી મહોત્સવ 2024 ના આયોજકો અતુલ અમીન, કૌશિક પટેલ, અમૃતરાવ પાટિલ, જયેન્દ્રસિંગ ઠાકોર દ્વારા આ ગરબાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યુ છે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાણી સાહેબા દેવયાનીરાજે ગાયકવાડજી, વરદરાજન (પ્રિન્સિપાલ) પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને ધ્યાનેન્દ્ર નારાયણ ભંજદેઓ એડમિનિસ્ટ્રેટર (દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલ) આ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરુ પાડશે.

Most Popular

To Top