પ્રાણાયામ હોસ્પિટલમાં સારવાર કરાવવા જાવ તો સો વાર વિચાર કરજો
હોસ્પિટલમાંથી સારવાર કરાવી ઘરે આવ્યાં બાદ દર્દીના ગળામાં સોજો આવી ગયો અને વોમિટિંગ થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થઇ અને ઢળી પડ્યાં
મૃતકના પરિવારના સભ્યોએ રાત્રીના સમયે હોસ્પિટલમાં દોડી આવી ભારે હોબાળો મચાવ્યો

પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી પ્રાણાયામ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યુ હોવાનો આક્ષેપ પરિવારના સભ્યો દ્વારા કરાયો છે. જેને લઇને પરિવારજનોએ 13 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે કહ્યું હતું કે આ પ્રાણાયામ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે જાવ વિચાર કરજો કારણે આ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા યોગ્ય રીતે સારવાર કરાતી નથી. ડોક્ટર દ્વારા અજીબ પ્રકારની દવા આપી દેવાઇ હોઇ દર્દીએ જીવ ખોવવાનો વારો આવ્યો હતો. જેના કારણે પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરનો પણ ઉધડો લેવામાં આવ્યો હતો.પરિવારના હોબાળાના પગલે વારસીયા પોલીસ પણ દોડી આવી હતી.
આજવા રોડ પર રહેતા પરમજીત સિંઘ (ઉં.વ.47) ને કિડની તકલીફ હોવાના કારણે નિયમિત રીતે ડાયાલિસીસ માટે વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર પ્રાણાયામ હોસ્પિટલમાં આવતા હતા. દોઢ વર્ષથી તેમની સારવાર આ હોસ્પિટલમાં ચાલતી હતી. દરમિયાન 13 ઓગષ્ટના રોજ પરમજીત સિંઘ સારવાર કરાવવા માટે આવ્યાં હતા. ત્યારે ડોક્ટર દ્વારા તેમના ગળામાં એક નસમાં એક સોય નાખવામાં આવી હતી. પરંતુ ડોક્ટર દ્વારા કોઇ પ્રકારની જાણ તેમના પરિવારના સભ્યો કરાઇ ન હતી અને બારોબાર સીધા દર્દીના ગાળામાં ડાયાલિસીસ માટેની સોય નાખવામાં આવી હતી. ત્યારબાદ દર્દીથી પોતાની બાઇક પણ ચાલુ થઇ શકે તેવી સ્થિતી ન હતી તેમ છતાં ડોક્ટર દ્વારા તેમને ઘરે રવાના કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે દર્દી બહાર આવ્યાં ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને બાઇક ચાલુ કરી આપવામાં આવી હતી. જેથી તેઓ ચલાવી ઘરે ગયા હતા ત્યારબાદ તેમની તબિયત લથડી હતી અને ગળામાં ભાગે સોજો આવી ગયો હતો અને સારવાર માટે લાવે તે પહેલા તેમનુ અવસાન થઇ ગયું હતું.
જેથી પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરાયા હતા. મોડી રાત્રીના સમયે પ્રાણાયામ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મૃતકના પરિવારનાજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે પોલીસ પણ દોડી આવી હતી અને પરિવારના સભ્યોને સમજાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
હાર્ટ એટેક આવ્યો હોવાના કારણે દરદીનું મોત થયું હોય તેવી શક્યતા છે: ડોક્ટર
ડોક્ટર મિતલ પરીખે જણાવ્યું હતું ડીએલસી લાઇન નાકવાની નોર્મલ પ્રોસિઝર છે. ઓપરેશન કર્યું નથી. પરમજીત રેગ્યુલર પેશન્ટ હતા. તેમના ઘરે જે શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે તેઓ ઢળી પડ્યાં હતા જેથી તેઓ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતા ત્યારે તેમનું હાર્ટ બંધ હતું. કાર્ડિયાક મસાજ આપી દર્દીને રિવાઇવ કરવા માટે પ્રયાસ કર્યો હતો. કદાજ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના કારણે તેમનું મોત થયું હોય તેવી શક્યતા છે. પીએમ કરાવવુ હોય તો કરાવી શકે છે.
પરિવારજનો દ્વારા કયા પ્રકારની સારવાર કરી તેની વિગત આપવાનો ઇન્કાર કર્યાનો આરોપ
મૃતક પરમજીતસિંઘના પરિવારના સભ્યો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા અને ડોકટરોનો ઉધડો લીધો હતો. ઉપરાં દર્દીને કયા પ્રકારની સારવાર કરવામાં આવી હતી. તેની વિગતો માંગવામાં આવી હતી પરંતુ ડોક્ટર દ્વારા કઇ દવા કરાઇ હતી તેની કોઇ વિગત કેમ આપવામાં આવતી ન હતી. જેથી રાત્રીના સમયે બોડી ઉપડવાનો ઇન્કાર કર્યો હતો.
તબિયત સારી ન હતી તો પછી કેમ તેમને ઓબ્ઝેર્વેશનમાં ન રખાયા ?
મૃતકના પત્નીએ જણાવ્યું હતું મારા પતિને કિડનીની તકલીફ હતી અને તેમની સારવાર પ્રાણાયામ હોસ્પિટલમાં ચાલતી હતી. દરમિયાન બુધવારના રોજ ઘરેથી સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાંથી ઘરે પરત આવ્યાં ત્યારે તેમના ગળામાં ભાગે વધારે સોજો આવી ગયો હતો જેથી પતિને પૂછતા તેઓએ ડીએલસી નાખી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમને ઉલ્ટી થવા લાગી હતી. ત્યારે તેમની તબિયર સારી ન હતી તો પાછી તેમને ઓબ્ઝર્વેશનમાં કેમ રાખવામાં આવ્યા ન હતા અને કેમ હાથ અધ્ધર કરી જવા દેવાયાં હતા તેવા સવાર તેમની પત્ની દ્વારા કરાયા હતા.
—