કોવીડ 19બાદ સ્ટ્રીટ વેન્ડરોને આર્થિક રીતે પગભર કરવા અપાતી લોન માટેના હજારો સર્ટિફિકેટ લાભાર્થીઓને આપ્યા વિના જ પડી રહ્યાં?



કોરોના કાળ દરમિયાન લોકડાઉન થતા લોકોના કામ ધંધા રોજગાર નોકરી બંધ રહેતાં આર્થિક રીતે લોકોને ખૂબ તકલીફ પડી હતી, તેમાંય સ્ટ્રીટ વેન્ડર,લારી ગલ્લા પથારા વાળા અને રોડ કિનારે દુકાન ચલાવી જીવન અને પરિવારનું નિર્વાહ કરતા લોકોની હાલત સૌથી કફોડી બની ગઈ હતી તેઓ આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ પડી ભાંગ્યા હતા ત્યારે સરકારે ગવર્નમેન્ટ સ્ટાર્ટેડ લોન સ્કીમ ફોર સ્ટ્રીટ વેન્ડર શરું કરી હતી તેનું નામ પીએમ સ્વનિધિ યોજના છે જેનો ઉદ્દેશ સ્ટ્રીટ વેન્ડર ને લોન આપી ધંધામાં ફરીથી આર્થિક રીતે પગભર કરવા માટે હતો સરકારની આ યોજના હેઠળ રૂ.10 હજાર સુધીની લોન એક વર્ષના સમયગાળા કોઇપણ પ્રકારની ગેરંટી વિના મળે છે આ લોનની સ્ટ્રીટ વેન્ડર સમયસર કરે તેવા નાના વેપારીઓને તબક્કાલાર રૂ. 20,000 ત્યારબાદ રૂ. 50,000સુધીની લોન કોઇપણ પ્રકારની ગેરંટી વિના આપવામાં આવે છે આ યોજના હેઠળ વડોદરાના સલાટવાડા ખાતે આવેલી કચેરી ખાતે કોવીડ બાદ ઘણા બધા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા લાંબી કતારોમાં ઉભા રહી સરકારની આ યોજના હેઠળ લાભ લેવામાં આવ્યા હતા અને કોવીડ 19બાદ લોકો આર્થિક રીતે પગભર બન્યા હતા. આવા લોકો માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સર્ટિફિકેટ આપવા કાર્યક્રમ તો કરવામાં આવ્યા પરંતુ લાલબાગ બ્રિજ નીચે આવેલા સેન્ટર હોમમાં લાભાર્થીઓને આપવાના સર્ટિફિકેટ ના ઢગલા રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. આ સર્ટિફિકેટ જે લાભાર્થીઓને આપવાના હતા તે તંત્ર ની નિષ્કાળજી અને નિષ્ક્રિયતાને કારણે ધૂળ ખાતા પડી રહ્યા છે અને લાભાર્થીઓને આ સર્ટિફિકેટ મળ્યા નથી.હજારોની સંખ્યામાં આ સર્ટિફિકેટ જે લાભાર્થીઓ છે તેઓના નામ અને સરનામા સાથે પડી રહ્યા છે ત્યારે ખરેખર કેટલા લાભાર્થીઓને કેટલો લાભ મળ્યો છે તે ચોક્કસ આંકડા કે તાળો મેળવવો મુશ્કેલ બની શકે છે શાના કારણે આ સર્ટિફિકેટ નથી આપવામાં આવ્યા અને કોના આદેશથી લાલબાગ બ્રિજ નીચે સેન્ટર હોમમાં સર્ટિફિકેટ આ રીતે રઝળતા પડી રહ્યા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ