Vadodara

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં



પાલિકામાં રજાના દિવસે તાબડતોડ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે વડોદરામાં બેઠક યોજી છે. પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા અને કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે છે, ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા મોદી આવે તેવી શક્યતા છે. PM મોદી મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી મહિને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. મોદી વડોદરા આવવાના હોવાથી અને નક્કી કાર્યક્રમો માં હાજરી આપે એ પહેલા પ્રિન્સિપલ સેક્રેટરીએ વડોદરા મહાનગરપાલિકા હોદ્દેદારો, અધિકારીઓ સાથે પાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે મિટિંગ કરી હતી. . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે બેઠકને લઈને જ્યારે પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. જો કે તેમને એવું પણ જણાવ્યું કે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી.
આ પહેલા વડાપ્રધાન મોદી ગયા મહિને જ તેમના જન્મદિવસના આગળના દિવસે જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે આ વખતે પણ નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

Most Popular

To Top