અરાજકતા ફેલાવવા માટે હવનમાં હાડકા નાખવાનું કામ કોણે કર્યું?
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પેનના વડાપ્રધાન સાથે ટાટા એર બસ C 295 ના ફાઇનલ એસેમ્બલી ના પ્લાન્ટ નું ઉદઘાટન કરવા માટે પધારી રહ્યા છે તેમના જ હસ્તે આ પ્લાન્ટનું ખાતમુરત અગાઉ કરવામાં આવ્યું હતું. આવતીકાલે ઉદ્ઘાટન પ્રસંગે તેમના અને ભારતના પ્રધાન મંત્રી ઉપસ્થિત રહેવાના છે ત્યારે બંને નેતાઓને આવકારવા અને વેલકમ કરવા માટે બેનરો અને હોર્ડિગ લગાવવામાં આવ્યા છે. ખોડીયાર નગર ખાતે પણ આખા રોડ પર બેનરો લગવવ્યા છે. ત્યારે પેટ દુખ્યા કે અટક ચાળા કરવા વાળા તત્વોએ રાત્રિના સમયે અંધારાનો ફાયદો ઉઠાવી આ બેનરોને ફાડી નાખ્યા હતા. અને તંત્રની તૈયારીઓ પર પાણી ફેરવ્યું હતું.
ફાટેલા હોરડિંગને લઈને તંત્ર શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું કારણ કે આ રોડ પર પ્રધાનમંત્રીનો પણ રોડ શો થનાર છે. આઈટી વિભાગ દ્વારા ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યારે સીસીટીવી ચેક કરવામાં આવે અટક ચાળા કરવા વાળા ની ઓળખ થાય એમ છે. બે દિવસ અગાઉ જ તમામ રૂટના સીસીટીવી કેમેરા ચાલુ હોવાની માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કયા કેમેરા ચાલુ છે અને અટકચાળા કરવા વાળા ક્યારે પોલીસના હાથે ઝડપાય છે. આ એક ગંભીર બાબત હોવાના કારણે પોલીસે પણ તાત્કાલિક અસરથી આવા તત્વોને પકડવા અને યોગ્ય પગલા ભરવા માટે થોડીક મહેનત તો કરવી પડશે.