વીએમસીએ બ્રિજ નીચે ગેમ ઝોન બનાવી બાળકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે રમત રમી!


બાળકોને મોબાઈલની આદતમાંથી બહાર કાઢવા તેમને ગ્રાઉન્ડ પર લઈ જવાં પડશે.એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સૂચન બાદ વડોદરા ફ્લાયઓવરો નીચે બાળકો માટે ગેમ ઝોન બનાવવાની તૈયારી ચાલુ કરાઈ છે. જોકે પ્રધાનમંત્રીએ જે સૂચન કર્યું એના કરતાં વિપરીત કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. શહેરમાં પ્રાથમિક ધોરણે ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે પાલિકા દ્વારા ગેમ ઝોન બનાવાઈ રહ્યા છે.



બ્રિજ નીચે ખાલી જગ્યાનો ઉપયોગ વૃદ્ધોની બેસવાની વ્યવસ્થા, મહિલાઓને રોજગારી માટે, ફુડ સ્ટોલ જેવી પ્રવૃત્તિ ઓ માટે કહેવામાં આવેલો, પરંતુ પાલિકાના અણગઢ વહીવટો ના કારણે બ્રિજની નીચે ગેમ ઝોન બનાવવાના કામને મંજૂરી આપવામાં આપી દેવાય પરંતુ અવારનવાર થતાં અકસ્માતો પાલિકાના અધિકારીઓ ભૂલી ગયા ભારદારી વાહનોએ અનેક પ્રકારના અકસ્માતો કર્યા છે ફૂટપાથ પર પણ ચડી ગયા છે, તો ક્યાંક એવા બનાવ પણ બન્યા છે કે કોઈના ઝૂપડા પર અથવા ફૂટપાથ પર સુતા લોકો પર પણ આ વાહનોના પૈડા ફરી વળ્યા જેનાથી મોત પણ થયા છે ત્યારે ફરી નીચે બનાવેલા ગેમઝોન માં બાળકો રમતા હોય ત્યારે કોઈ ભારદારી વાહન અથવા ચાર પૈયા વાળુ વાહન બ્રેક ફેલ થતાં અથવા તો નશા ની હાલત સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગેમ ઝોન માં ઘૂસી જાય અને બાળકો નુકસાન થાય કે ઇજા પોહચી તો તેની જવાબદાર કોની ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ખાલી પડેલી જગ્યા પ્રવૃતિ અથવા તો કોઈ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું નથી કે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકવાનું કહ્યું છે, નરેન્દ્ર મોદીએ એમ કહેલું બાળકોના હાથમાંથી મોબાઇલ છોડાવવા તેઓને ગ્રાઉન્ડ ઉપર લઈ જવા પડશે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સતાધિસો અને અધિકારીઓનો મૂર્ખામી ભરિયો નિર્ણય કોક દિવસ કોઈ મોટો અકસ્માત કરી ભૂલકાઓના જીવ જોખમ માં મૂકી રહ્યા છે એવું દેખાઈ આવે છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાના કારણે અનેક વખત ખૂબ લાંબી વાહનોની કતારો જોવા મળે છે એવામાં આ બ્રિજ નીચે બાળકો ગેમ ઝોન માં રમશે તે વખતે પ્રદૂષણના કારણે પણ બાળકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે રમત રમાતી હોય તેમ પાલિકાએ આ નિર્ણય કર્યો છે,શું વડોદરાની હવા શુદ્ધ છે? પ્રદૂષણ નથી એવા અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા છે.


ફતેગંજ બ્રિજ નીચે રૂા.90 લાખ અને હરિનગર બ્રિજ નીચે 40 લાખના ખર્ચે ગેમઝોન બનાવાઈ રહ્યો છે. ફતેગંજ નીચે ગેમ ઝોન તૈયાર થઈ ગયો છે. જ્યારે હરિનગર બ્રિજ નીચે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.
જે બ્રિજ નીચે ગેમ ઝોન તૈયાર કરી દેવામાં આવ્યો છે ત્યાં હાલ કોઈ પ્રવૃત્તિ થતી નથી જેના લીધે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે ગેમ ઝોનમાં ગેમીંગના સાધનો આવી ગયા છે ત્યારે તે ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે.
અમિતનગર અને લાલબાગ બ્રિજ નીચે ગેમઝોન બનાવવાની તૈયારી છે. પાલિકા દ્વારા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ/ટેન્ડરિંગ કરી કામ અપાશે. જોકે ફતેગંજ અને હરિનગરમાં પાલિકાએ ગેમઝોન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. બ્રિજ નીચે ગેમઝોન તથા પાર્કિંગની વ્યવસ્થા હશે. જેથી પાલિકાની આવક પર મોટો ફેર નહીં પડે. એક તરફ પાર્કિંગ હશે અને બીજી તરફ ગેમ ઝોન હશે. આગામી સમયમાં કેટલાક ફેરફારો થાય છે તે જોવાનું રહશે.