( પ્રતિનિધી ) વડોદરા,તા.12
વડોદરા શહેરના પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવનાર છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના વિશ્વામિત્રી-ડભોઇ સેક્શનમાં સ્થિત પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, 12 ઓગસ્ટ મંગળવાર અને 13 ઓગસ્ટ બુધવારના રોજ કેટલીક ટ્રેનો રદ રહેશે. સંપૂર્ણ રદ રહેનારી ટ્રેનોમાં ટ્રેન નં. 69202 એકતાનગર – પ્રતાપનગર મેમુ ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69203 પ્રતાપનગર – એકતાનગર મેમુ ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59122 છોટા ઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે. ટ્રેન નં 59125 પ્રતાપનગર – છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે. રેલવેના મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઈટ પર જઈને અવલોકન કરવા જણાવવામાં આવ્યું છે.