( પ્રતિનિધિ )વડોદરા,તા.4
યાત્રીઓની સુવિધા અને માંગને જોતાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર–ડભોઈ– મિયાગામ કરજણ વચ્ચે ટ્રેન નંબર 79462/79461 નું 5 એપ્રિલ 2026 થી સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જણાવ્યા અનુસાર આ ડેમૂ સર્વિસ પોતાની નિયમિત સેવામાં પ્રતાપનગરથી મિયાગામ કરજણ વચ્ચે વાયા ડભોઈ સંચાલિત થશે. જે પોતાની નિયમિત સેવારૂપે 5 એપ્રિલ, 2026 થી સપ્તાહમાં 6 દિવસ (શનિવાર સિવાય) આ ડેમૂ ટ્રેન પ્રતાપનગર અને મિયાગામ કરજણ વચ્ચે સંચાલિત થશે. ટ્રેન નંબર 79462 પ્રતાપનગર – મિયાગામ કરજણ ડેમૂ પ્રતાપનગરથી સવારે 11:00 કલાકે પ્રસ્થાન કરી બપોરે 12:50 કલાકે કરજણ પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 79461 મિયાગામ કરજણ – પ્રતાપનગર ડેમૂ મિયાગામ કરજણથી 14:30 કલાકે પ્રસ્થાન કરી 16:20 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ડેમૂ ટ્રેન બંને દિશાઓમાં કુંડેલા, ડભોઈ, કાયાવરોહણ સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નં. 79462 પ્રતાપનગર – મિયાગામ કરજણ (વાયા ડભોઈ – કાયાવરોહણ),સ્ટેશન ટ્રેન નં. 79461 મિયાગામ કરજણ – પ્રતાપનગર (વાયા ડભોઈ – કાવ્યારોહણ), 11:00 પ્રતાપનગર 16:20 , 11:19 11:20 કુંડેલા, 15:49-15:50, 11:44 – 11:46 ડભોઈ 15:19 15:21, 12:13 12:15 કાયાવરોહણ , 14:53, 14:55, 12:50 – મિયાગામ કરજણ – 14:30 કલાકે ચાલશે. રેલવે યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના વિશે સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.