Vadodara

પ્રતાપનગરમાં જીવાત વાળા પાણીનું વિતરણ, રોગચાળો નાગરિકોને બીમાર પાડશે

વડોદરામાં કોઈ અકસ્માતો નહીં પરંતુ રોગચાળો નાગરિકોનો જીવ લેશે..

વડોદરા, તા. ૧૪
ચોમાસાની શરૂઆત થતાં જ વડોદરા શહેરમાં દિવસેને દિવસે પાણીજન્ય રોગ ફેલાઈ રહ્યો છે. વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા આ બાબત ની ગંભીર નોંધ લઇ તાત્કાલિક ધોરણે બધા જ અધિકારીઓ સાથે મીટીંગ પણ કરવામાં આવી. અને શહેરમાં ફેલાઈ રહેલ રોગચાળા પર કેવી રીતે નિયંત્રણ લાવવું તે માટે એક્શન પ્લાન પણ બનાવવામાં આવ્યો. પરંતુ આ એક્શન પ્લાન ફક્ત હજી સુધી કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં સવારે 6 કલાકે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણી ખૂબ જ દુષિત આવતું હતું અને સાથે જ પાણીમાં જીવાત પણ દેખાય આવી રહી હતી. અને જો આ પ્રકારનું જીવાત વાળું અને દૂષિત પાણી વડોદરા શહેરના નાગરિકો ગ્રહણ કરી રહ્યા છે તો શહેરમાં ફેલાઈ રહેલ રોગચાળાને કોઈ નહિ રોકી શકે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાગળ ઉપર થતી મોટી મોટી વાતો, ડંફાસો અને અને પાણી વિતરણમાં નિષ્કાળજી શહેરમાં ફેલાઈ રહેલ રોગચાળાને મોટું સ્વરૂપ આપશે. અને જો એવું થયું તો વડોદરા શહેરમાં અકસ્માતો નહીં પરંતુ આ રોગચાળો જ શહેરના નાગરિકોનો જીવ લેશે એવું લાગી રહ્યું છે.

Most Popular

To Top