Vadodara

પ્રજાના ટેક્ષ ના રૂપિયા નો વેડફાટ કે પછી બુધ્ધિનું પ્રદર્શન? વોર્ડ 14માં પેવર બ્લોક પર ડામરનું કારપેટિંગ કરાયું





વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા હતા. તેને લઈને લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા પર કારપેટિંગ કરી ખાડા પૂર્વ નું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ વડોદરા શહેરના મધ્યમાં નરસિંહજીની પોળમાં પેચવર્કનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે જ્યાં પેવર બ્લોક છે, જ્યાં ખાડા નથી તે છતાં ત્યાં ડામર પાથરવાનું કામ પાલિકા ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આને શું કહી શકાય? પાલિકા નો અણઘડ વહીવટ કે પછી બુધ્ધિ નું પ્રદર્શન ? કે પછી કમાણી કરવાનો અત્યારથી પ્લાન?

હાલમાં પાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કરોડ રસ્તાના કામો જ્યાં ખાડા પડી ગયા હોય તે રોડ ઉપર ડામરનું કારપેટિંગ કરી રોડ બરાબર કરવાનું કામ હાથ ધરાયું છે. પરંતુ જ્યાં પહેલેથી પેવર બ્લોક નાખેલા હોય એની પર જ ડામરનું કારપેટિંગ કરી રોડ બનાવવામાં આવ્યો છે. હવે વાત એ છે જ્યારે નીચેથી જતી પાણીની લાઈન માં જ્યારે પણ કોઈ કામ કરવું હશે ત્યારે પાલિકાએ ડામર ઉખેડવાનો ત્યારબાદ પેવર બ્લોક ઉખેડવાના ત્યારબાદ આ પાણીની લાઈન નું કામ શરૂ કરી શકાશે . આના પરથી એવું માનવામાં આવે છે પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ પાલિકાને ખૂબ સારી રીતે આવડે છે અથવા તો થોડા દિવસ પછી કમાવા માટે નવા એડવાન્સ પ્લાન તૈયાર કરવામાં આવે છે.

Most Popular

To Top