વડોદરા શહેરમાં પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે . આ વખતે આવેલા માનવસર્જિત પૂરના કારણે અનેક લોકો ભારતીય જનતા પાર્ટી નેતાઓને જાકારો આપ્યો છે, ત્યારે આજરોજ વડોદરા વોર્ડ નંબર 13 પોલો ગ્રાઉન્ડ પાસે અસંખ્ય ભારતીય જનતા પાર્ટીની સિમ્બોલ વાળી ટોપી કોઈ નાખી ગયું છે. કોણ નાખી ગયું છે એ હજુ ખબર પડી નથી, પરંતુ અસંખ્ય ટોપી કેસરી કલરની કમળના ચિન્હ વાળી કચરાપેટીમાં જોઈ લોકો આશ્ચર્ય પામ્યા છે. એક કાર્યકર્તા આવી આ ટોપીઓને ભરતા જોવા મળ્યો હતો. તેઓને પૂછતા તેઓ કંઈ બોલ્યા ન હતા પરંતુ પાસે ઉભેલા સ્થાનિકે કચરાપેટીના વિવાદ પ્રત્યે પ્રતિક્રિયા આપતા બોર્ડ અધિકારી વિશે જણાવેલું કચરાપેટી અહીંથી હટાવી લેવામાં આવી હતી અને હવે કચરો પોલો ગ્રાઉન્ડમાં નંખાશે. એવો મારી પાસે કોલ રેકોર્ડ છે. કચરાપેટી અહીંથી હટાવી લીધી ત્યારે હાલ કોઈ દુઃખી થતો ભારતીય જનતા પાર્ટી પર રોષે ભરાયેલા નેતા કાર્યકર્તા આ કેસરી કમળના છાપ વાળી ટોપીઓ અસંખ્ય કચરાપેટી ની જગ્યાએ નાખી હતી.
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
By
Posted on