વડોદરા, તા. 22
વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા લોક રક્ષક દળ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એએસઆઈ સહિતના કુલ 151 પોલીસ કર્મચારીઓની ટ્રાફિક પોલીસ વિભાગમાં બદલીના હુકમ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યા છે.
આ બદલીના હુકમને પગલે પોલીસ વિભાગમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે, જ્યારે કેટલાક કર્મચારીઓમાં ગમ અને ચિંતા જોવા મળી રહી છે. સાથે જ અન્ય પોલીસ કર્મચારીઓમાં પણ આગામી બદલીને લઈને ફફડાટ ફેલાયો છે.
પોલીસ કમિશ્નર દ્વારા શહેર પોલીસ વિભાગમાં સમયાંતરે કરવામાં આવતી બદલીની પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.