Business

પોરબંદરથી એસટી બસ લઈને આવેલા ડ્રાઈવરે કવાંટ ડેપોમાં ઝેર પીધું

નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ એસટી ડેપોની અંદર એસટી બસના ડ્રાઈવરે પીધી ઝેરી દવા ગટગટાવતા તેનું મોત થયું હતું. પોરબંદર થી એસટી બસનો ડ્રાઈવર કવાંટ ખાતે એસટી બસ લઈને આવ્યો હતો .

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ એસટી ડેપો ખાતે પોરબંદર કવાંટ એસટી બસ બુધવાર ના રોજ પોરબંદરથી રાત્રે નીકળી હતી અને ગુરુવાર ના સવારે કવાંટ ખાતે પહોંચી હતી .જયારે બસ કવાંટ પહોંચી ત્યારે એસટી બસ માં ડ્રાઈવર તરીકે પરબતભાઇ મોડધારા તાલુકો કુતિયાણા મોરપડ ગામના હતા. તેઓ કવાંટ ડેપો માં સ્ટાફ રૂમમાં આરામ કરતા હતા તે વખતે તેઓએ સાથીદાર કંડેક્ટરને જાણ કરી કે મે ઝેરીદવા પીધી છે. તેમને તાત્કાલિક કવાંટ ખાતે સરકારી દવાખાના માં લઇ જતા તેઓની તબિયત લથડતા તાત્કાલિક છોટાઉદેપુર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે લઇ જતા સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જયારે એસટી બસના ડ્રાઈવરે ઝેરી દવા પીધી હોવાની વાતથી કવાંટ ડેપો માં ખળભળાટ મચી ગયો હતી. ડ્રાઈવરે કયા કારણોસર ઝેરી દવા પીધી છે , તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. લાશનું પીએમ કરી એસટી વિભાગ ડ્રાઈવર લઈ લાશ તેના વતન મોકલશે

બોક્ષ જે આર બુચ સિનિયર ડેપો મેનેજર છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર ના જણાવ્યા મુજબ તેઓના પરિવાર ને જાણ કરવામાં આવેલ છે અને તેઓના પરિવાર ની હાજરી માં એસટી બસ ના ડ્રાઈવર નું પીએમ કરવામાં આવશે જયારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે એસટી બસ ના ડ્રાઈવરે ઝેરીદવા પીધી છે જેની જાણ વડી કચેરી સુધી કરવામાં આવેલ છે

વર્ઝન વેગડા રવજીભાઈ બસ કંડેકટર પોરબંદર કવાંટ બસ લઈને સવારે આવ્યા હતા અને અમે આરામ કરતા હતા તે વખતે મારા સાથી બસ ના ડ્રાઈવર પરબતભાઇ મોડધારા ઝેરીદવા પીધી હોવાની જાણ મને કરતા મેં ડેપો મેનેજર ને તેમજ બીજા કંડક્ટરો ને કરતા તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા પરંતુ તબિયત લથડતા છોટાઉદેપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તેનું મોત થયું હતું

Most Popular

To Top