- કોંગ્રેસના અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે પ્રામાણિકતાથી કામ કરવું હોય તો અપક્ષમાં રહીને પણ સેવા થાય
- વાઘોડિયા બેઠક ઉપરથી ધારાસભ્યપદે રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે પ્રહાર કર્યા
વાઘોડિયા માટે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દીધું છે જો કે કોંગ્રેસના અમિત ચાવડાએ તેઓ ઉપર આક્ષેપ કાર્ય છે કે તેઓ પોતાના ગોરખધંધા છુપાવવા અને પોતાના ધંધાના કામો કરાવવા માટે ભાજપામાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણની પહેલા જોડતોડનું રાજકારણ ચરમસીમાએ પહોંચે છે. પરંતુ આ વખતે તો ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી જોવા મળી રહ્યા છે. તો અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યો પણ ભાજપામાં જોડાઈ ગયા છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાજેતરમાં જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપામાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. આ મામલે કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તેઓએ જો પ્રામાણિકતાથી કામ કરવું હોટ તો અપક્ષ ધારાસભ્ય રહીને પણ લોકોની સેવા કરી શક્યા હોત. પરંતુ તેઓએ પોતાના ધંધાના કામો કઢાવવા અથવા તો પોતાના કાલા ધંધા છુપાવવા માટે ભાજપામાં જોડાવાનું પસંદ કર્યું છે. અમિત ચાવડાએ નંદેસરી ખાતેની એક બેઠકમાં ધર્મેન્દ્રસિંહ ઉપર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ ગત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જનાદેશ સાથે અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.