Vadodara

પોક્સો હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા રૂ.50હજારનો દંડ

ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ (પોક્સો) કોર્ટ અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટ દ્વારા આરોપીને સજાનો હૂકમ કરાયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

પોતાની નાની સાથે રહી ઘરકામ કરતી સગીરાને શહેરના જગમાલની પોળ, માંડવી ખાતે રહેતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના યુવક દ્વારા સગીરાને વર્ષ 2021 માં લગ્નની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હોવાના ગુનામાં આ કેસ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ (પોક્સો) કોર્ટ અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે સરકાર તરફે વકીલની રજૂઆતો, પૂરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા રૂ.50,000નો દંડ જેમાંથી રૂ.45,000 ભોગ બનનાર ને ચૂકવવા તથા રૂ.5,000દંડ પેટે ભરવાનો હૂકમ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે સાથે જ ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 235(2) અનન્વયે આઇ.પી.સી. ની કલમ 363 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદ અને રૂ.5,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે.

પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરી લેતાં નાનપણથી પોતાની નાની સાથે રહેતી સગીરા બનાવ સમયે ઉંમર 17વર્ષ અને ચાર માસની (જન્મ તા.09-12-2003) તા.08-04-2021ના રોજ જ્યારે નાની પોતાના ઘરમાં રસોઇ કરતા હતા તે દરમિયાન કોઇને કહ્યા વગર સગીરા ક્યાંક જતી રહી હતી અગાઉ પણ બે ત્રણ વાર આ રીતે કહ્યા વગર જતાં રહી તે પરત આવી હોય નાનીએ જે તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ સગીરા પરત ન ફરતાં નાનીએ સિટી પોલીસ સ્ટેશનમાં તા.12-04-2021ના રોજ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સગીરા તથા યુવકને શોધી કાઢ્યા હતા સગીરાને શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બરોડા બેંક રોડ સ્થિત જગમાલની પોળ ખાતે રહેતો મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આનંદપુરીનો વતની 20 વર્ષીય યુવક અજય અલ્પેશભાઇ તડવી સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારિરીક સંબંધો બાંધ્યા હતા આ ગુનામાં આરોપી સામે આઇ. પી. સી. ની કલમ 363,376 તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012 ની કલમ 4,5(એલ),6 મુજબ ગુનામાં જ્યૂડિશિયલ કસ્ટડી જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ (પોક્સો) કોર્ટ અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકાર તરફે એડવોકેટ પી.સી.પટેલ ની રજૂઆતો અને જરુરી પૂરાવાઓ રજૂ કરાતાં કોર્ટ દ્વારા તા.19-08-2025 ના રોજ આ કામના આરોપી અજય અલ્પેશભાઇ તડવીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા રૂ.50,000નો દંડ જેમાંથી રૂ.45,000 ભોગ બનનાર ને ચૂકવવા તથા રૂ.5,000દંડ પેટે ભરવાનો હૂકમ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે સાથે જ ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 235(2) અનન્વયે આઇ.પી.સી. ની કલમ 363 મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદ અને રૂ.5,000નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હૂકમ કર્યો છે.

Most Popular

To Top