Vadodara

પોક્સોના આરોપીને શંકાનો લાભ આપી કોર્ટ દ્વારા છોડી મૂકવાનો હૂકમ

આરોપી સામે વર્ષ 2016મા સગીર બાળકને વાલીપણાથી અપહરણ કર્યાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી

પોલીસ દ્વારા જે તે સમયે સગીરની ઉંમર બાબતે જરૂરી પૂરાવા તથા બાળક મળી ગયા બાદ મેડિકલ પૂરાવાઓ અંગેની રજૂઆત પૂરાવાઓ મૂકાયા નહોતા

(પ્રતિનિધિ) વડોદરા તા.23

રાવપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 માં સગીરના માસી દ્વારા સગીર બાળકને વાલીપણાથી જેઠ દ્વારા સગીરનુ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવતા રાવપુરા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 363,366,120(બી) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત પોક્સો અધિનિયમ 2012 ની કલમ 4,6,8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી જે ગુનામાં આરોપી તરફથી એડવોકેટ સુમન સી.શેઠ દ્વારા ધારદાર રજૂઆતો અને પૂરવા સહિત દલીલોને ગ્રાહ્ય રાખી ફાસ્ટ્રેક સ્પેશિયલ (પોક્સો) અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટ દ્વારા આરોપી અરજદારને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હૂકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા.18-06-2025 ના રોજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 363,366,120(બી) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત પોક્સો અધિનિયમ 2012 ની કલમ 4,6,8 મુજબ ગુનો નોંધાયો હતો જેમાં મુસ્લિમ પરિવારના ભોગ બનનાર ફરિયાદીના સુરત ખાતે રહેતા માસીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં ભોગ બનનાર સગીર તેઓની સાથે રહેતો હતો જેની ઉંમર 12 વર્ષની હતી. માસીના પતિ ગુજરી ગયા હતા જેથી તેઓ 40 દિવસથી ઘરમાં હતા તા.17-02-2016 ની સવારે આશરે 7 કલાકે તેમના જેઠ સહાદીન ઉર્ફે સાદીક મસરખાન દાયમા મૂળ રેગણ ગામ,તા.તિલકવડા, નર્મદા જિલ્લાના કોઈ ગુનાના કામે ભાગતા ફરતા હોય તેમણે ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે, તમે મચ્છીપીઠ વડોદરાના સબ્બીરભાઇને ત્યાં જેઓ પોતાના પરિવાર સાથે રહે છે તેમને ત્યાં આવો જેથી ફરિયાદી તેમની 18વર્ષની દીકરી, તથા બહેનનો દીકરોભોગ બનનાર ઉ.વ.12, તથા બીજી બહેનની દીકરી ઉ.વ.7સાથે પતિનો ચાલીસો પૂરો થયેથી ટ્રેનમાં બેસી સુરત થી વડોદરા સાંજે પાંચ વાગ્યે રેલવે સ્ટેશન ઉતર્યા હતા ત્યાંથી જેઠ રીક્ષામાં લેવા આવ્યો હતો અને રેલવે સ્ટેશન થી સૂર્યનારાયણ બાગ રાવપુરા ખાતે આવી બગીચાના ઝાંપા પાસે બેઠા હતા તે દરમ્યાન આરોપી સહાદીને ફરિયાદીને જણાવ્યું હતું કે, પોતાના ભાઇને સુરત કબરમાંથી કાઢીને વતન ગામ રેગણ દફનવિધિ કરવાની છે જેથી તમો મચ્છીપીઠ માં સબ્બીરભાઇને ત્યાં જાવ જેથી ફરિયાદી માસી બાળકો સાથે મચ્છીપીઠ જતાં હતાં તે દરમિયાન આરોપીએ સગીર બાળકને પોતાની સાથે લઈ જવાનું કહેતા માસીએ પ્રથમ ના પાડી હતી પરંતુ પછી સગીરને મૂકી મચ્છીપીઠ ગયા હતા જ્યાં સબ્બિરભાઇ નામના વ્યક્તિ અંગે પૂછતાં લોકોએ અહીં ઘણા સબ્બીર ભાઇ છે પૂરું સરનામું આપો તેમ જણાવતા ફરિયાદી સૂર્યનારાયણ બાગ આવ્યા હતા જ્યાં સગીર તથા આરોપી જેઠ સહાદીન ઉર્ફે સાદીક મસરખાન દાયમા ન મળતાં ફરિયાદીએ તા.18-02-2016 માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં વાલીપણાથી સગીરના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે 19-06-2016 માં આરોપીની અટક કરી હતી ત્યારબાદ થી તે જેલમાં હતો બાદમાં તા.06-10-2016 માં તેનો જામીન પર છૂટકારો થયો હતો.આરોપી અરજદાર તરફે વકીલ સુમન સી.શેઠ દ્વારા તા.07-04-2016 માં સ્પેશિયલ (પોક્સો) કોર્ટ અને એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપીને છોડી મૂકવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં જે તે સમયે રાવપુરા પોલીસ દ્વારા સગીર હોવાના પૂરાવા એલ.સી. વિગેરેની તપાસ કરવામાં આવી ન હોવાની તથા સગીર મળી આવ્યા બાદ તેના મેડિકલ કરાવ્યા ન હોવા સહિતની ધારદાર રજૂઆતો અને પૂરવા રજૂ કરતાં ફાસ્ટ્રેક સ્પેશિયલ (પોક્સો) અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો તા.16-07-2025 ના રોજ હૂકમ કર્યો છે.

Most Popular

To Top