Vadodara

પેરોલ પર છૂટ્યા બાદ ભાગતા-ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો



વડોદરા: ગ્રામ્યના પોલીસ અધિક્ષક રોહન આનંદે તેમના સ્ટાફને કડક સૂચનાઓ આપી છે કે નાસતા ફરતા આરોપીઓ પર નજર રાખીને પકડી લેવા. જેનો અમલ કરતા ગ્રામ્ય જિલ્લા પેરોલ સ્કોડે ભરણ પોષણના ગુનામાં 1200 દિવસની સાદી સજા કાપતો કેદી કે જેને પેરોલ મળતા જ ફરાર થઇ ગયો હતો. તેને પેરોલ સ્કોડે ઝડપી પાડ્યો હતો.
પત્નીને ભરણ પોષણની ચડી ગયેલી રકમ આપવામાં માસિક 3500 લેખે 40 માસના 1,40,000 રૂપિયા ભરપાઈ ના કરતા જય મણીલાલ સોલંકીને (રહે: સુરવાળા,કરજણ) જંબુસર કોર્ટે ૧૨૦૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ વી જી લાંબરીયાએ આરોપીની ધરપકડ કરવા અદાલતમાંથી વોરંટ મેળવ્યું હતું. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપીને ભાગતા ફરતા આરોપીને શોધી કાઢવા સારૂ તેના વસવાટના સંભવિત તમામ જગ્યાઓ પર જરૂરી વોચ ગોઠવી હતી. અને આરોપીની તમામ માહિતી એકત્રીત કરી લીધા બાદ વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કર્યા હતા.પરીણામલક્ષી કામગીરી કરવા પેરોલ-ફર્લો ટીમના કડક સૂચનાઓ આપી હતી. આરોપીની બાતમી મળતા જ આરોપીની તપાસ હાથ ધરી હતી. બાતમીદાર પાસેથી આરોપી કરજણ તાલુકાના વિસ્તારમાં હોવાની સચોટ માહિતી પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ને મળી હતી. એ આધારે પોલીસે તાત્કાલિક સતર્કતા પૂર્વક વોચ ગોઠવી હતી અને આરોપી જય મણીલાલ સોલંકીને તેના ગામમાંથી જ ઝડપી પાડ્યો હતો. આગળની જરૂર કાર્યવાહી સારૂ કરજણ પોલીસ મથકે સોંપી દેતા પોલિસે આગળ ની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top