તલવાર, લોખંડની પાઇપની પાઇપ સાથે એકબીજા પર તુટી પડ્યાં, વાહનોમાં તોડફોડ કરી
(પ્રતિનિધિ) પેટલાદ તા.18
પેટલાદના નાર ગામ પાસે ભુંડ પકડતા સરદારજીના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થયું હતું. આ બન્ને જુથ એકબીજા પર લોખંડની પાઇપ સહિતના ઘાતક હથિયારો સાથે તુટી પડ્યાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદમાં રહેતા કુલદીપસિંહ જોવારસિંહ સીકલીગર પરિવાર સાથે રહે છે. તે તેમના કુટુંબી બાઇ રાજવીરસિંગ રાજુસીંગ સીકલીગરની ટેમ્પીમાં ભુંડ પકડવાનું કામ કરે છે. પાંચેક દિવસ હેલા કુદલીપના કાકા ભારતસિંહ ચરણસિંહને આણંદની બોરસદ ચોકડી ખાતે રહેતા દીપસિંહ સાથે ઉછીના લીધેલા રૂ.20 હજારને લઇ માથાકુટ થઇ હતી. દરમિયાનમાં 16મી જુલાઇના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાની આસપાસ કુલદીપ, તેના કાકા ભારત બન્ને ટેમ્પી લઇ ભુંડ પકડવા તારાપુર ગયાં હતાં. જ્યાંથી પરત ફરતા સમયે નાર ગામના પાટીયા પાસે વળાંક પર મોડી રાત્રિના ફિલ્મી ઢબે બોલેરો ગાડી પડી હતી. આથી, ભારતે ટેમ્પી ઉભી રાખતાં ગાડીમાંથી ચારેક માણસ તલવાર, લોખંડની પાઇપ લઇને ઉતર્યાં હતાં અને હુમલો કર્યો હતો. તેઓએ ટેમ્પીનો કાચ તોડી નાંખ્યો હતો અને ભારતસિંહને નીચે પાડી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે સતનામસિંહ દીપસિંહ સરદાર, ઇમરતસિંહ દીપસિંહ સરદાર, હિંમતસિંહ દીપસિંહ સરદાર અને કરનેલસિંહ ઉર્ફે કમલસિંહ દીપસિંહ સરદાર (રહે. તમામ આણંદ) સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે ઇમરત સરદારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારાપુરથી ભુંડ પકડી પરત જતા સમયે નાર ગામના પાટીયા નજીક વળાંક પર માનસિંહ જોવારસિંહ સરદારે લાકડાંના દંડાથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત સાથેના માણસોએ લોખંડની ટોમી, તલવારથી મારમાર્યો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે માનસિંહ જરાવરસિંહ સરદાર, કલ્લુસિંહ ઉર્પે કરનેલસિંહ પુરણસિંહ સરદાર, અર્જુનસિંહ પુરણસિંહ સરદાર અને જીતસિંહ ચરણસિંહ સરદાર સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદમાં ભુંડ પકડતાં સરદારજીના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
By
Posted on