કલાલ પીપળમાં થયેલી મારામારીની તપાસમાં પોલીસ પહોંચી હતી
પેટલાદના કલાલ પીપળમાં થયેલી મારામારીની તપાસમાં પોલીસની ટીમ પહોંચી હતી આ સમયે એક શખ્સ કેબીનમાં ખુલ્લા છરા સાથે મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદના કલાલ પીપળમાં નાણાની ઉઘરાણી બાબતે મારામારી થઇ હતી. જેમાં જીવલેણ હુમલામાં પિતા – પુત્ર ઘવાયાં હતાં. આ ઘટના સંદર્ભે પેટલાદ પોલીસે હથીયાર રીકવર કરવા અને પંચનામું કરવા માટે આરોપીઓને સાથે રાખી પોલીસ જાપ્તામાં કલાલ પીપળ ખાતે પહોંચ્યાં હતાં. પોલીસ ટીમ ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન બાતમી મળી કે, કલાલ પીપળ ચોતરા નજીક અદનાન આસીકોદ્દીન શેખ પોતાના કબજા ભોગવટાની ખુલ્લી કેબીનમાં હથીયારો રાખ્યાં છે. આ બાતમી આધારે પોલીસ કેબીન પાસે પહોંચી હતી. જોયું તો અદનાન આસીકોદ્દીન શેખ (ઉ.વ.22, રહે. તાઇવાડા ઉંચી શેરી, પેટલાદ) મળી આવ્યો હતો. તેની ખુલ્લી કેબીનમાં તપાસ કરતાં લોખંડના છરા જેવું મોટું હથીયાર (કાતુ) મળી આવ્યો હતો. આ હથીયાર કેબીનમાં રાખવા બાબતે તેની પાસે સંતોષકારક જવાબ ન હતો. આખરે પોલીસે હથિયાર બંધીના જાહેરનામા ભંગ બદલ અદનાન આસીકોદ્દીન શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદમાં પોલીસ સામે જ છરો લઇ બેઠેલો શખ્સ પકડાયો
By
Posted on