બાંધણી ગામના વૃદ્ધ મધરાતે કોઇને કહ્યા સિવાય ઘરમાંથી નિકળી ગયાં હતાં
(પ્રતિનિધિ) પેટલાદ તા.18
પેટલાદના સુણાવ ગામ પાસે પુરપાટ ઝડપે જતાં વાહને 80 વર્ષિય વૃદ્ધને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
પેટલાદના બાંધણી ગામમાં રહેતા લક્ષ્મણભાઈ સોલંકીના પિતા રામાભાઈ સોમાભાઈ સોલંકી (ઉ.વ.80) નિવૃત્ત જીવન જીવે છે. પરંતુ છેલ્લા ત્રણ – ચાર મહિનાથી રામાભાઈ સોલંકી માનસિક અસ્થિર મગજના થઇ ગયાં હતાં અને આમતેમ ફર્યાં કરતાં હતાં. દરમિયાનમાં 17મી જુલાઇ, 2024ના રોજ રાત્રિના પરિવારજનો સુઇ ગયાં હતાં, બીજા દિવસે સવારે જોયું તો રામાભાઈ ઘરમાં નહતાં. આથી તેમની શોધખોળ કરવા છતાં ગામમાં ક્યાંક મળ્યાં નહતાં. આથી, પરિવારજનો રામાભાઈને શોધવા નિકળ્યાં હતાં. રસ્તામાં એક બાઇક ચાલકને પુછતાં તેણે જણાવ્યું હતું કે, સુણાવ ગામ નજીક રેશન પાપડની ફેક્ટરી પાસે રોડ પર અકસ્માત થયા છે અને તેની લાશ રોડ પર પડી છે. આથી, લક્ષ્મણભાઈ સ્થળ પર પહોંચ્યાં હતાં અને જોયું તો તેમના જ પિતા રામાભાઈ સોલંકીનો મૃતદેહ પડ્યો હતો. આ અંગે તપાસ કરતાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રામાભાઈ સોલંકીને માથામાં ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલકે ગુનો નોંધ્યો હતો.
પેટલાદના સુણાવમાં વાહન ટક્કરે વૃદ્ધનું મોત
By
Posted on