
પેટલાદના ખડાણામાં મજૂરી કામ કરતા બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉ.વ.40) નો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ મૂળ કાણીસાના રહેવાસી હતા અને ખડાણામાં માસીના ઘરે રહેતા હતા. સોમવાર સવારે છ વાગ્યે ગામમાં ખબર પડતાં માસીના દિકરા રામાભાઈ મહિજીભાઈ પરમારે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. એલસીબી, પેટલાદ રૂરલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ડોગ સ્ક્વોર્ડની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે, ખંડાણામાં રામદેવ ફળીયા ખાતે ગત મોડી રાત્રીએ એક આધેડની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગેની જાણ ગ્રામજનો અને પોલીસને સવારે રામાભાઈ મહિજીભાઈ પરમારે કરી હતી. તેઓએ કહ્યું હતું કે મારા માસીના દિકરા બાબુભાઈ આશાભાઈ પરમાર (ઉ.વ. આશરે ૪૦) રહે. મૂળ કાણીસા હાલ ખડાણાની હત્યા કરી ઘર પાસે નાંખી દીધેલ છે. આ ગુનાની જાણ પેટલાદ રૂરલ અને આણંદ એલસીબી પોલીસને થતાં પોલીસ કાફલો ખડાણા ખાતે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદ લઈ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. આ ગુના સબબ ચાર શકમંદોની ઝીણવટભરી પૂછપરછ અને ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે.