Vadodara

પૂ .મહંત સ્વામી મહારાજનું ચાર વર્ષ પછી આવતીકાલે વડોદરામાં આગમન

પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી ૩૪ દિવસ સુધી વડોદરામાં રોકાણ કરશે


વડોદરા: બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશરે ચાર વર્ષના લાંબા સમય બાદ આજે તારીખ ૧૬ ફેબ્રુઆરી, શુક્રવારના રોજ વડોદરાના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે પધારનાર છે.
ગત ચાર વર્ષ દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિશ્વના વિવિધ ખંડોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. આફ્રિકા ખંડમાં જોહાનિસબર્ગથી લઈ ઓસ્ટ્રેલિયા ખંડના સિડની ખાતે નિર્માણાધીન નૂતન મંદિરોના બાંધકામને ગતિ આપી હતી. તે ઉપરાંત અમેરિકા ખંડમાં રોબિન્સવિલ ખાતે અક્ષરધામનું ભવ્ય ઉદ્ઘાટન, યુરોપ ખંડમાં લંડન ખાતે સત્સંગનો લાભ તથા એશિયા ખંડના અખાતી દેશ અબુધાબીમાં મંદિર પ્રતિષ્ઠા જેવા ઐતિહાસિક પ્રસંગોમાં તેમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ રીતે પાંચેય ખંડોમાં સંસ્કૃતિના સિંચનના આયામોનું નિર્માણ કર્યા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી ૩૪ દિવસ સુધી વડોદરામાં રોકાણ કરશે. આ દરમ્યાન દરરોજ સવારે ૦૬:૦૦ વાગ્યે પ્રાતઃ પૂજા દર્શન તથા સાંજે ૦૫:૩૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી સાયં સભા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ તમામ કાર્યક્રમોમાં મુખ્ય આકર્ષણરૂપે ૨જી ફેબ્રુઆરીના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

Most Popular

To Top