Vadodara

પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી





વડોદરામાં માનવસર્જિત પુર બાદ વડોદરા મહાનગરપાલિકાની તો જાણે દુર્દશા બેઠી હોય, પનોતી બેઠી હોય તેમ રોજેરોજ રોષે ભરાયેલા નાગરિકો પોત પોતાની સમસ્યાઓ લઈ નજીકની પાલિકાની કચેરીએ મોરચો લઈને પહોંચે છે.

વડોદરા મહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નહિ હોવાના અનેક પુરાવા સામે આવ્યા છે ત્યારે પૂર આવ્યાને એક મહિનો વીતી ગયા છતાં અનેક વિસ્તારોમાં સહાય પહોંચી નથી. સર્વે પણ થયો નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજ રોજ વોર્ડ નંબર ત્રણ ની ઓફિસે મામલતદારને રજુઆત કરવા પહોંચ્યા હતા. પોતાના વિસ્તારના નાગરિકોને સહાય ન મળતા, કેશ ડોલ ન મળતા સ્થાનિકોને લઈ મામલતદાર ઓફિસે ગયા હતા. પ્રથમ તો ત્યાં અધિકારી નથી એવા અહેવાલ મળતા કાર્યકર્તા રોષે ભરાયા હતા. પરંતુ ત્યારબાદ મામલતદારને મળતા મામલતદારે કાર્યકર અને સ્થાનિકોને જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે સર્વે હાથ ધરી રાહત પેકેજ આપવામાં આવશે.

Most Popular

To Top