Vadodara

પૂર ઓસર્યા પછી આવેલા બાળુ શુક્લ અને ડૉ. વિજય શાહ ઉપર લોકો ભડક્યા

પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ અને પ્રમુખ ડૉ વિજય શાહ પર લોકો રોષે ભરાયા

અમને થયેલા નુકસાનની ભરપાઈ ના કરી શકતા હોય તો ચાલતી પકડો


વડોદરામાં પૂરની સ્થિતિને લઈ રાજકારણીઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સમા વિસ્તારમાં લોકોની વચ્ચે પહોંચતા સ્થાનિકો અકળાયા હતા, સ્થાનિકોએ ધારાસભ્યને બે હાથ જોડીને કહ્યુ, જયશ્રી રામ અહીંયાથી જાવ. પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી. તો લોકોનો રોષ જોઈને નેતાએ ચાલતી પકડી હતી. વડોદરાના સમા વિસ્તારના અજિતાનગરમાં ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ પહોંચતા લોકો તેમની પર ગુસ્સે ભરાયા હતા.
સ્થાનિકોએ કહ્યું કે અમારે તમારી કોઈ મદદની કે વસ્તુની જરૂર નથી. હવે પાણી ઉતરી ગયા છે. સ્થાનિકોએ ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહી અને બે હાથ જોડીને કહ્યું,તમે અહીંથી ચાલતી પકડો. તો ધારાસભ્ય ચૂપચાપ નિકળી ગયા હતા. વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ પણ તેમની સાથે હતા.પણ લોકોનો આક્રોશ જોઈને કોઈ પણ નેતા ત્યાં ઉભા રહી શકયા નહોતા.

સમા વિસ્તાર ના અજિતા નગરમાં દંડક બાળકૃષ્ણ શુક્લ ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ સાથે હતા. લોકોએ હાથ જોડી કહ્યું જય સિયારામ અહીં થી જાઓ. નીચેના માળે સહાય આપવાના બદલે ત્રીજા માળે વસ્તુઓ મોકલાવતા હતા. પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી. સ્થાનિકે સવાલ પૂછ્યો શું નુકસાન ની ભરપાઈ કરવા માટે હા કહેવાની તાકાત છે?
બાળકૃષ્ણ શુક્લાએ ના પાડતા સ્થાનિકે કહ્યું તાકાત ન હોય તો ચાલતી પકડો.લોકો નો રોષ જોઈ નેતાઓએ ચૂપ ચાપ ચાલતી પકડવી પડી હતી.

Most Popular

To Top