Vadodara

પૂર્વ વિસ્તારમાં પાણીના બે કામમાં ઉંચા ભાવ આવતા પાલિકાને રૂ.10 લાખનું વધારાનું ભારણ

અંદાજથી 35% સુધીની વધારાની રકમ ચૂકવાશે


વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5 અને વન નંબર 15માં પાણીનું પ્રેશર વધારવા કોર્પોરેશન લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે ઈજારદારોએ અંદાજથી લગભગ 35% કે તેથી વધુના ભાવપત્રો રજૂ કરતા પાલિકાને રૂપિયા 10 લાખનું વધારાનું ભારણ આવશે.
પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-5માં આવેલ આજવા રોડ નિલયપાર્કથી અમરદીપ બંગ્લોઝ સુધી પ્રેશર સુધારણા અર્થે 300 મીમી વ્યાસની પાણીની નળીકા નાખવાના કામે આવેલ ઇજારદાર મે.એસ.કે.મકવાણા એન્ડ કંપનીના નેટ અંદાજ રૂ.33,63,661 (GST સિવાય)થી 35.24% વધુ મુજબ રૂ.45,48,926.93 + GSTના બિનશર્તિય આઇટમ રેટ ભાવપત્રને મંજુર કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે.
પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-15માં આવેલ રામવાટીકા સોસાયટીથી સ્કાયમાર્ગ એપાર્ટમેન્ટ સુધી પાણીની મોટી નળિકા નાખવાના કામે આવેલ ઇજારદાર મે.એસ.કે.મકવાણા એન્ડ કંપનીના અંદાજ રૂ.38,91,680 (GST સિવાય)થી 34.98% વધુ મુજબ રૂ.52,53,025.96 + GSTના બનશર્તીય આઇટમ રેટ ભાવપત્રને મંજુર કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી આપવા રજૂ કરાઈ છે. ઈજારદારોએ ઊંચા ભાવપત્રો રજૂ કરતા પાલિકાને લગભગ રૂપિયા દસ લાખનું વધારાનું ભારણ આવશે.

Most Popular

To Top