Vadodara

પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત અને નાગરિકો વચ્ચે થયું શાબ્દિક યુદ્ધ…

પ્રતિનિધિ વડોદરા તા. 30
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો પોતાના વિસ્તારોમાં લોકોની મદદે પહોંચતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યા બાદ હજી પણ વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ વિસ્તાર ન્યુ સમા રોડની કેટલીક સોસાયટીઓમાં ભૂકી કાંસનાં પાણી ભરાઈ રહેલા છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર ભાણજી પટેલ, વર્ષા વ્યાસ અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ પાણી ભરાઈ રહેલ સોસાયટીઓમાં પહોંચ્યા હતા અને આ પ્રશ્નનો કેવી રીતે નિરાકરણ આવે તે માટે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. તેમની સાથે સોસાયટીઓના રહીશો પણ ઉપસ્થિત હતા. તે સમયે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ત્યાંથી પસાર થતી વખતે તેઓ ગાડીમાંથી ઉતાર્યા હતા અને ભાજપના કાઉન્સિલરો પર ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા. તે સમયે સ્થાનિક રહીશોએ પૂર્વ વિપક્ષી નેતાને જણાવ્યું હતું કે આ સમય કોઈપણ પ્રકારના આક્ષેપો કરવાનો નથી અને લોકોના પ્રશ્નોનો નિરાકરણ લાવવાનો છે. આ ચર્ચા તીવ્ર બનતા શાબ્દિક યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા.

Most Popular

To Top