Vadodara

પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે એડવોકેટ દ્વારા વધુ એક ફરિયાદ…

ખોટા સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી મેળવનાર સામે કાર્યવાહી કરવા માગ..

12 વર્ષથી લાખો રૂપિયાનો પગાર લઈ સરકાર સાથે છેતરપિંડી કરી..
(પ્રતિનિધિ) વડોદરા તા.10
ખોટા સર્ટિફિકેટ મેળવી 12 વર્ષથી લાખો રૂપિયાનો પગાર લઈ સરકાર સાથે છેતરપિંડી કરનાર પૂર્વ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ શહેરની મહિલા ધારાશાસ્ત્રી દિપીકા મોહનલાલ મેઘવાણીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરીયાદી એડવોકેટ અને જાગૃત નાગરીકે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલ મહાનગર પાલીકાની કચેરીમાં આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ તેઓની હુકમ અંક : ૪૬૭/તા.૨૧/૦૭/૧૦૧૨ અન્વયે સ્ટેશન ઓફિસરના હોદ્દા પર અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાં નિયુકિત કરવામાં આવેલ, ત્યારબાદ તેઓની હુકમ અંક : ૨૩૮/તા.૧૭/૧૦/૨૦૧૯ અન્વયે ડે. ચીફ ફાયર ઓફીસર તરીકે નિયુકિત કરવામાં આવેલ અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર તરીકે નિયુકિત થયેલ જે હાલ સસ્પેન્ડ છે અને આ કામના આરોપી જે વડોદરા મહાનગર પાલીકાના અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે જેથી અમો વકીલ હોવાથી અમો કામ અર્થે જતા હોય અને આ કામના આરોપીને નામથી ઓળખીએ છીએ.
આ અગાઉ વડોદરા શહેર ફાયર બ્રિગેડમાં હંગામી ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો ધરાવતાં પાર્થ બ્રહ્મભટ્ટે બોગસ સ્પોન્સરશીપના આધારે નોકરી મેળવી લીધી હોવાની તપાસ કરતા એવી હકીકત બહાર આવી હતી કે, પાર્થ બ્રહ્મભટ્ટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નાગપુર નેશનલ ફાયર સર્વીસ કોલેજમાં એડમિશન લેવા સૂરતની ખાનગી કંપનીનો સ્પોન્સરશીપ લેટર મુક્યો હતો. જેના આધારે પાર્થને એડમિશન પણ મળી ગયું હતું, પરંતુ આવી કોઈ કંપની તંત્રના ચોપડે નોંધાયેલી ન હોવાનો ભાંડાફોડ થયો છે. હદ્ તો એ છે કે, કોલેજના સર્ટીના આધારે જુલાઈ- ૨૦૧૨ ના રોજ વડોદરા મહાનગર પાલિકાએ સહાયક સ્ટેશન ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટની સીધી ભરતી પણ કરી દીધી હતી. જેમાં સ્પોન્સરશીપ લેટરની કોઈજ તપાસ કરાઈ ન હતી. હવે, સહાયક સ્ટેશન ઓફિસરથી હંગામી ચીફ ફાયર ઓફિસર સુધી પહોંચી ગયેલા. આમ, આરોપીની નિમણુંક કરતા પહેલા અધિકારીઓએ આરોપીના દસ્તાવેજી પુરાવાની ઈરાદાપૂર્વક કોઈ તપાસ કે ખરાઈ કરેલ નથી. આ કામના આરોપી પાર્થ બ્રહ્મભટ્ટનું કથિત કારસ્તાન કરી બોગસ દસ્તાવેજના આધારે નોકરી મેળવેલ છે.
આમ, આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે રાજય સરકાર પાસેથી આશરે ૧૨ વર્ષ નો લાખો રૂપિયાનો પગાર મેળવી છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે આ અંગેની જાણ ઉપલા અધિકારીઓને હોવા છતાં આરોપીની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરેલ નથી જેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, તે વિભાગના અધિકારીઓએ જાણી જોઈને આરોપીને મદદગારી કરેલી છે.
આમ આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે બોગસ સ્પોન્સરશીપના આધારે ઈરાદા પૂર્વક મહાનગર પાલીકાની અગ્નિશમન અને તાત્કાલીક સેવા ફાયર સેફટી વિભાગમાંચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ ફરજ મોકુફ છે. આમ આરોપી પાર્થ બ્રહ્મભટ્ટે લાખો રૂપિયાનો પગાર મેળવી રાજય સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે. આમ આરોપીએ નોકરી મેળવવા ખોટા પ્રમાણપત્ર (સ્પોન્સરશીપ) મેળવી કર્પોરેશનની કચેરીમાં રજુ કરી નોકરી મેળવી ઠગાઈ, વિશ્વાસઘાત કરેલ છે.

આ ગુન્હો (નવાપુરા) ની હદમાં બનેલ પો.સ્ટે.હોઈ જેથી ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ- ૨૦૨૩ની કલમ-૩૧૮, ૩૧૬(૨), ૩૩૬, ૩૪૦, ૫૪ મુજબ આરોપી તથા તપાસમાં જે નીકળી આવે તેની વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા અધિનિયમ ની કલમ-૧૭૩ મુજબ પ્રથમ કોગ્નીઝેબલ ગુન્હો દાખલ કરી આગળની તપાસ થવા અમારી લેખીત ફરીયાદ છે. અને આરોપીઓ પર સરકાર સાથે છેતરપિંડી કરી હોય જેથી આરોપીને પકડી ન્યાય તંત્ર અને કાયદાની જોગવાઈ પરમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top