બેંગ્લોર ખાતે બોલિંગ કેમ્પમાં સિલેક્ટ થશે તેવો આઇપીએલમાં રમવાની તક મળશે તેવુ કહી યુવકને લલચાવ્યો
વેજલપુરનો યુવક મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે પ્રેકિટસ કરવા માટે આવતો હતો
મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેકિટસ કરવા આવતા માટે આવતા કાલોલ તાલુકાના યુવકને પૂર્વ ક્રેિકેટર તુષાર આરોઠેના પુત્ર ઠગ રીષી આરોઠેએ બેંગ્લોરમાં બોલિંગ કોચિંગ કેમ્પ આવે છે. જેમાં આઈપીએલના કેચ ટ્રેનિંગ આપવાના છે અને સારુ પર્ફોમન્સ હશે તો આઇપીએલમાં સિલેક્ટ પણ થઇ શકે છે. તેવી લાલચ આપીને યુવક પાસેથી 5.27 લાખ પડાવી લીધા હતા.જે રૂપિયા પરત નહી આપતા કે કોચિંગ કેમ્પમાં નહી મોકલીને રીષીએ યુવક સાથે છેતરપિંડી આચરી હતી. જેથી યુવકના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં રીષી આરોઠે સામે ફરિયાદ નોંધાવી છે.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મહેન્દ્રકુમાર શનીલાલ મોચીએ ફરિયાદ નોંધાવી છે કે મારો દિકરો તુષાર વડોદરાની મોતીબાગ ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટનુ કોચિંગ લેવા માટે જાય છે. વર્ષ 2022માં મોતીબાગ ક્રિકેટ એકેડેમી ખાતે રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના પ્લેયર રીષી તુષાર આરોઠે બોલીંગની પ્રેક્ટીસ કરાવે છે. માર્ચ- 2022માં મારા દિકરા તુષારને રીષીએ જણાવ્યું હું કે બેંગ્લોરમાં બોલિંગ કોચિંગનો કેમ્પ આવે છે જેમા IPLમા રમતા ખેલાડીઓના કોચ પણ ટ્રેનિંગ આપવા માટે આવવાના છે. જેથી તારૂ પર્ફોર્મન્સ સારૂ છે તો તને IPLમા રમવાની તક મળી શકે તેમ છે. તેમા કોચીંગ લેવા રૂા. 3 લાખ ફી ભરવી પડશે જે રૂપિયાની રસીદ પણ મળશે અને કોચિંગ પુરૂ થયા બાદ ફી આપણને પરત મળી જશે. જેથી મારા દિકરાએ મિત્ર યશ વૈભવ ગાંધી પાસેથી 3 લાખ ઉછીના લઇને રીષી આરોઠેને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર આપતા કોચિંગ કેમ્પ પુરો થયા બાદ એક મહિનામાં પરત આવી જશે તેવી વાત કરી હતી. ત્યારબાદ ફરી રીષી આરોઠે સરે બેંગ્લોરમાં કોચીંગ કેમ્પવાળાએ કોચીંગ કેમ્પની ફી વધારતા બીજા બે લાખ ભરવા પડશે રૂપીયા નહી ભરો તો તમારા અગાઉ ભરેલા રૂપીયા પરત આવવામાં નહી આવશે. જેથી મારા પુત્ર તેના બીજા મિત્ર વૈભવ અશ્વિનભાઈ સોનીએ રીષીના ખાતામાં ઓનલાઇન ઓનલાઇન એક લાખ ટ્રાન્સફર કર્યા હતા અને બાકીના એક લાખ મે મારા કુટુંબી ભાઇ મહેન્દ્રકુમા૨ હસમુખભાઈ મોચી પાસેથી ઉછીના લઇને રોકડા રૂપીયા રીષી આરોઠેને આપ્યા હતા. ત્યારબાદ મારા દિકરા પાસે બેંગ્લોર ખાતે કોચીંગમા જવા ફ્લાઇટની ટીકીટ માટે રૂ.27 માગતા મારા દિકરાના પેટીએમ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ રીષી આરોઠે મોતીબાગ ક્રિકેટ એકેડેમીમાં રમતા યુવકને બેેંગ્લોર કોચિંગ કેમ્પમાં ભાગ લેવાની લાલચ આપીને 5.27 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ કેમ્પમાં મોકલીને છેતરપિંડી આચરી છે.
ચિંતા ના કરો હુ રીષી પાસેથી રૂપિયા પરત અપાવી દઇશ તેવુ તુષારે આશ્વાસન આપ્યું
રીષી આરોઠેએ યુવકને ચારેક દિવસમાં બેંગ્લોર ખાતે જવાનુ થશે જેથી બહાર જવાની તૈયારીમા રહેવાનુ જણાવતા તેની તમામ તૈયારી કરી દીધી હતી. દરમ્યાન પાંચેક દિવસ સુધી યુવક રેગ્યુલર મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ કોચીંગ લેવા માટે ગયો હતો. તે વખતે ત્રણેક દિવસ સુધી રીષી ગ્રાઉન્ડ ઉપર આવ્યો હતો પરંતુ એપ્રીલ-2022 માં આશરે ત્રણેક અઠવાડીયા બાદ ગ્રાઉન્ડ ઉપર આવવાનુ બંધ કરી દેતા યુવક તથા તેના પિતાએ રીષીને ફોન કરતા અમારો કોઇ ફોન રીસીવ કરતા ન હતો. જેથી યુવક તેના પિતા અને મિત્રો સાથે રીષી આરોઠેના પ્રતાપગંજના ઘરે ગયા હતા ત્યારે તેમના પિતા તુષાર આરોઠે જણાવ્યું હતું કે, રીષી આરોઠે સાથે અમારે પણ કોઇ કોન્ટેક થતો નથી અને તમારા લીધેલ રૂપીયા હું રીષી પાસેથી તમને પરત અપાવી દઇશ તમે ચિંતા કરશો નહી
રીષીએ યુવક અને તેના પિતા સાથે ઝઘડો કરી ટાટિયા તોડી નાખવાની ધમકી આપી
આશરે એક મહિના બાદ રીષી આરોઠેના પિતા તુષાર આરોઠે યુવકને ફોન કરીને તેમના ઘરે રૂપીયાનુ સેટલમેન્ટ કરવા બોલાવતા યુવક તેના પિતા અને મિત્રો સાથે ગયો હતો. રીષી આરોઠે જણાવ્યું હતું કે ખાતે કોચીંગ કેમ્પમા જવા માટે મે જે રૂપીયા તમારી પાસેથી લીધા છે તે રૂપીયા મે વડોદરાના દિવ્યેશ સોલંકીને આપ્યા હતા જે લઇને ભાગી ગયો છે. ત્યારે યુવકના પિતાએ અમે કાઇ જાણીએ નહી અમારા રૂપીયા પરત આપો તેવી વાત કરતા રીષીએ ઝઘડો કરી તેમના ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. આજદીન સુધી રીષીને તેમના મોબાઇલ ઉપર ફોન કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવે છે અને તેના પિતા કોઇ સાથ સહકાર આપતા નથી.
પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર રીષીએ કાલોલના યુવક પાસેથી રૂા. 5.27 લાખ પડાવ્યા
By
Posted on