વડોદરા શહેરના નગરજનોને – ધંધાધારીઓને આ વખતના ચોમાસામાં ત્રણ વખત આવેલા પુરમા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરા આવી જે લોકોને નુકસાન થયું છે તેઓને સહાય માટે પણ જાહેરાતો કરી હતી. તંત્ર કામે લાગ્યું , તંત્રએ ફોર્મ કાઢ્યા, ફોર્મ વિતરણ કર્યા, કેટલાક લોકોના ફોર્મ ભરાયા, કેટલાક લોકોને સહાયતા મળી પણ ગઈ. ત્યારબાદ નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવવાના હોય તંત્રએ સહાય આપવામાં રૂકાવટ રાખી પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાદ તંત્ર તરફથી સહાય આપવાનું ચાલુ કર્યું. કેટલાકના બેન્ક એકાઉન્ટમાં સહાય ગઈ પણ ખરી. પરંતુ હાલ અત્યાર સુધી અનેક વિસ્તારો એવા છે જ્યાં સહાયતા મળી નથી. કેશ ડોલ મળી નથી. વેપારીઓને પણ પોતાના થયેલા નુકસાનને વળતર મળેલ નથી જેના કારણે કેટલાક લોકો નારાજ છે અને કેટલાક લોકો રોશે પણ ભરાયા છે.
ઘરવખરીનું સામાન જેમકે સોફાસેટ, ટીપોઈ, કબાટને નુકસાન થયું એવા લોકોને સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા હતા અને તેઓએ પણ પોતાને થયેલ નુકસાનની જાણકારી ફોર્મ સાથે આપી હતી. પરંતુ આજ દિન સુધી તેઓને સહાય ન મળતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેપારીઓનું કહેવું છે તમે અનેક વખત પાલિકાની કચેરીએ ગયા પરંતુ પાલિકાના અધિકારીઓ અમને સામે સવાલ પૂછે છે તમારું ફોર્મ કોણ લઇ ગયું હતું ? કયા અધિકારી હતા ? તેના કારણે અમે વેપારીઓ થાકી ગયા છીએ. દિવાળી જેવો તહેવાર સામે હોવાથી વ્યાજે રૂપિયા લાવવા પડ્યા. કારણ કે દિવાળીનો તહેવાર સાચવવાનો હતો. બેંક વાળા લોન નથી આપતા કારણકે અમારું સિબીલ ખરાબ થયેલું છે . અમને 25 – 25 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે .
સરકાર આપશે તો પણ નાની રકમ આપશે પરંતુ અમને એ પણ સહાય ન મળતા અમે પરેશાન છીએ. વેપારીઓએ વધુ જણાવ્યું હતું કે વેપારી એસોસિએશન સાથે અમારી વાતચીત ચાલે છે અને જો ટૂંક સમયની અંદર અમને સહાય નહીં મળે તો અમે લોકો મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર જઈ અમારી ફરિયાદ કરવાના છે.
પૂરમાં ભારે નુકસાન થયું છતાં અત્યાર સુધી સહાય ન મળતા લોકોમાં રોષ
By
Posted on