વડોદરા શહેરમાં આવેલ પૂરનાં પાણી હવે ઉતરી ગયા છે પરંતુ જે પ્રકારે શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે અબજો રૂપિયાનું નુકસાન શહેરને થવા પામ્યું છે. પૂરના પાણી શહેરના રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારોમાં પણ ભરાયા હતા જે કારણે શહેરની જીવાદોરી ગણાતી એવી 100 થી વધુ સીટી બસના પૈડા રોકાઈ ગયા. વડોદરા શહેરમાં જાહેર વાહન વ્યવહાર નો અભિન્ન અંગ સીટી બસો બંધ હાલતમાં હોવાથી હવે શહેરના નાગરિકોને સંસ્થા જ્યારે અવર-જવર કરવા માં મુશ્કેલી પડી રહી છે. અને પૂરના કારણે સીટી બસોને પણ અંદાજિત લાખો રૂપિયાનું થયો હોય તેવું અનુમાન લગાવી શકાય છે. શહેરના એક છેડેથી બીજા છેડે સુધી સામાન્ય દરે પહોંચવા માટે શહેરી બસોનો ઉપયોગ સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ 200 હાલ બંધ હાલતમાં શહેરના મધ્યસ્થ સીટી બસ કેન્દ્ર પર પાર્ક કરેલી છે. અવરજવર માટે ઉપયોગમાં લેવાતી શહેરી 200 ક્યારે શરૂ થશે તે જોવાનું રહેશે…
એસ.ટી ડેપોના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી છેલ્લા ત્રણ દિવસથી પંપો મૂક્યા પછી પણ નીકળી રહ્યાં નથી. બેઝમેન્ટમાં મુસાફરોના 800 થી 1000 જેટલા ટુ-વ્હીલર પાણીમાં હોવાની આશંકા છે.
એસટી બસોનો ઉપયોગ કરતા ઘણા મુસાફરો માટે તથા ડેપોની ઉપર આવેલા મલ્ટીપ્લેક્સ માટે બેઝમેન્ટમાં પાર્કિંગ એરિયા બનાવાયો છે. અહીંયા બે લેવલમાં પાર્કિંગ છે તેમજ પાર્કિંગની ક્ષમતા 2000 વાહનોની છે.
સોમવારે સવારથી ભારે વરસાદ પડવાની સાથે પૂર આવ્યા બાદ પાર્કિંગનુ સંચાલન કરતા કર્મચારીઓએ લોકોને ટુ-વ્હીલર લઈ જવા માટે મેસેજ કર્યા હતા. જોકે ઘણા લોકો ટુ-વ્હીલર અહીંયા મૂકીને બહારગામ ગયા હતા અને તેઓ પાછા ફરી શકે તેવી સ્થિતિમાં નહોતા. ત્રણ દિવસ પૂરની સ્થિતિ બાદ બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. કુલ મળીને 14 પંપો મૂકવામાં આવ્યા છે પણ બેઝમેન્ટમાંથી પાણી ઓછુ થતું નથી. આમ સેંકડો વાહન ચાલકો પાણી નીકળે તો વાહનો કાઢવા માટે રાહ જોઈને બેઠા છે.