Vadodara

પૂરની વિકટ પરિસ્થિતિમાં સેવા આપનાર સફાઈ સેવકોને નોકરી નહીં મળતા ભાજપના જ કાર્યકર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા


વડોદરા મહાનગર પાલિકાના હોદેદારોથી નગરની પ્રજા ખુશ નથી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી થોડા વખત પહેલા કહી ચૂક્યા છે કે વડોદરાનો વિકાસ નથી થયો, વિપક્ષ માંગણી કરે છે કે પાલિકા બરખાસ્ત કરો, હોદેદારોની અંદરો અંદર ચાલતી મગજમારી બધાને ખબર છે, રોજ એક મોરચો પાલિકામાં આવે છે અને વિરોધ નોંધાવે છે. ત્યારે ગઈકાલે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર સફાઈ કર્મી ધરણાં પર બેઠા હતા અને આજે ભાજપ નાજ કાર્યકર સફાઈ કર્મી સાથે આમરણ ઉપવાસ પર બેઠા જેને લઈને લાગે છે. પાલિકાના સત્તાધીશો અને હોદેદારો પાલિકા ચલાવવામાં નિષ્ફળ ગયા હોય એમ લાગી રહ્યું છે.

વડોદરા શહેરમાં પૂર અને કોરોના સમયમાં સફાઈ સેવકોએ શહેરને સ્વચ્છ બનાવવા મહેનત કરી હતી એવા 170 જેટલા સફાઈ સેવકોની ભરતી કરવામાં નહીં આવતા આજે ભાજપના કાર્યકર્તા ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસ તેમના ટેકેદારો સાથે શરૂ કર્યા છે.

વડોદરા કોર્પોરેશનમાં સફાઈ કામદારો તેમજ કોન્ટ્રાક્ટના કામદારો અંગે તાજેતરમાં સફાઈ કામદાર યુનિયન દ્વારા સતત 15 દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું. તે બાદ હવે ભાજપના જ કાર્યકર્તા ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે. તેઓએ બાબાસાહેબ આંબેડકરના બંધારણને સાથે રાખી માંગણી કરી છે કે પ્રધાનમંત્રી એક બાજુ દલિત સમાજના મહિલાના પગ ધોતા હોય તો બીજી બાજુ વડોદરાના ભાજપના જ આગેવાનો સફાઈ સેવકોને અન્યાય કરી રહ્યા છે.

સફાઈ સેવકોએ પૂરની પરિસ્થિતિ દરમિયાન કામગીરી કરી છે તે સમયે એક કોન્ટ્રાક્ટરે અમદાવાદથી સફાઈ સેવકો આવ્યા છે તેવા દેખાડા કરી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને પૂરતો પગાર પણ આપ્યો ન હતો. હવે આવા 170 સફાઈ સેવકોને કોર્પોરેશનમાં નોકરી નહીં આપતા આમરણાંત ઉપવાસ શરૂકર્યા છે.

Most Popular

To Top