Vadodara

પૂરના માહોલમાં બહુચરાજી રોડ પર પડ્યો વિશાળકાય ભૂવો…

વડોદરામાં આવેલ પૂરની પરિસ્થિતિ સૌ નાગરિકોએ જોઈ પરંતુ પૂરના માહોલમાં વડોદરા શહેરમાં ભૂવાઓ પડવાનું હજીય યથાવત છે. છેલ્લા બે મહિનામાં વડોદરા શહેરમાં અસંખ્ય ભૂવાઓ પડ્યા. રસ્તાઓ ઉપર ભૂવા હતા કે ભૂવાઓની વચ્ચે રસ્તો તે સમજવું નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલ હતું. શહેરમાં પૂરનાં પાણી ઉતરતાની સાથે જ ફરીથી એકવાર શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી રોડ પર વિશાળકાય ભુવો પડ્યો હતો. જેની માહિતી મળતા જ વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ભૂવાનું પુરાણ કરવાનું કામ શરૂ કરાયું હતું.

વડોદરા કોર્પોરેશનને એમ હતું કે પૂરના માહોલમાં આપવો કોઈની નજરે નહીં પડે પરંતુ મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરતા જ તંત્ર દોડતું થયું હતું. આજે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી વડોદરા ની મુલાકાતે છે અને તેવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર પોતાની ભૂલો ને છુપાવવા માટે તાત્કાલિક કામે લાગ્યું હતું. પરંતુ ચોમાસાની ઋતુમાં પડેલ અસંખ્ય ભૂવાઓમાંથી હજી કેટલાંય ભૂવાનો સમારકામ પૂર્ણ થયું નથી. અને ક્યારેક પૂર્ણ થશે તે તો તંત્રને જ ખબર છે. હવે નાગરિકોએ સમજવાનું છે કે આપણા દ્વારા ભરપાઈ કરવામાં આવતો કરોડો રૂપિયાનો વેરાનો વડોદરા મહાનગરપાલિકા કેવી રીતે વેડફાટ કરે છે.

Most Popular

To Top