Vadodara

પૂરના ભયમાં અમે ડૂબી રહયા છીએ: ખેડૂતો..

ભારે વરસાદ ના કારણે પાક માં નુકશાન

……
ભારે વરસાદ ખેડૂતો માટે મુસીબત બન્યો, કરોડો રૂપિયાનું થઈ શકે છે નુકસાન

વરસાદને કારણે ટામેટા અને કેપ્સીકમનો પાક ખેતરોમાં વેરવિખેર થઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે પાક નાશ પામ્યો છે. ખેડૂતોની માગ પર અધિકારીઓને નુકસાનનો સરવે કરવાની સૂચના આપવામાં આવી છે.


સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વડોદરાના નદીઓ અને નાળાઓ છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ બાગાયત અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ટામેટા, કેપ્સીકમ, લીલા મરચા, કોબીજ સહિતના લીલા શાકભાજીને ભારે નુકસાન થયું છે.

વરસાદના કારણે લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે દુધી, કાકડી અને ભીંડા સહિતના ઘણા પાકને નુકશાન થયું છે. તેમાં પણ લીલા મરચાની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે લીલા મરચાનો પાક સારો થયો હતો. તેઓને આશા હતી કે, મરચાનું વેચાણ કરીને સારી આવક મળશે, પરંતુ વરસાદે બધા સપના પર પાણી ફેરવી દીધું છે.

ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી
વરસાદના કારણે મરચા, અને લીલા શાકભાજી ઉત્પાદક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે. વડોદરાના આસ પાસના ગામોમાં વરસાદને કારણે ખેડૂતોનો મરચાનો તથા લીલા શાકભાજીનો પાક બરબાદ થઈ ગયો છે. તેવી જ રીતે, વડોદરાના દુમાડ ગામના ખેડૂતો પાલક, ટામેટા, દુધી અને લીલા મરચાના પાક બરબાદ થયો છે. ખેડૂતોનું કેહવુ છે આવર્ષે અમે ખેતીમાં ભારે નુકશાન થયું છે. શહેરમાં નેતાઓ આવે છે અને સહાય પણ આપવામાં આવે છે. ગુજરાત રાજયના મંત્રીઓ ગૃહ મંત્રીઓ અને મુખ્યમંત્રી પણ આવિગયા છે અને સહાય માટે આદેશ પણ કર્યા છે ત્યારે ખેડૂતોના નુકશાન માટે હજી સુધી કોઈ આવ્યું નથી એમને આ વખતના પક પર ખૂબ આશા હતી પરંતુ વરસાદી પુર અને કુદરતી આફતોના કારણે ખૂબ મોટું નુકશાન ખેતરોમાં થયું છે.
અન્ન દાતા ઓજ અન્ન માટે ટળવળે છે. સરકાર જલ્દી થી કોઈ સહાય કરે એવી આશા રાખી ખેડૂતો કાગડોળે રાહ જોવે છે .


. ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન…

ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ ખેડૂતો માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સતત વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે ભારે વરસાદના કારણે શું નુકશાન થાય છે. વરસાદના કારણે જમીનના ઉ૫રના ૫ડ સાથે સેન્દ્રીય ૫દાર્થ તેમજ પોષક તત્‍વોનું ૫ણ ધોવાણ થાય છે. ધોવાણના કાં૫થી જળાશયોની ક્ષમતા ઘટે છે. જળાશયોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ભળતાં પાણી દુષિત થાય, જેથી પાણી પીવાલાયક રેહતું નથી અને જળસૃષ્‍ટિ માટે ઘાતક બને છે. ધોવાણ સાથે આવેલ કાં૫ ને લીધે ચેક ડેમ અને તળાવ જેવા જળાશયોનું અનુશ્રવણ ઘટે જેથી ભૂગર્ભ જળનું રીચાર્જ ઘટે છે. અતિવૃષ્‍ટિથી નદીમાં પુર આવે અને કાંઠા વિસ્‍તારમાં ધોવાણ તેમજ જાન-માલનો વિનાશ થાય છે. ભારે વરસાદને લીધે જમીન ૫ર પાણી ભરાઈ રહેવાથી પાકની વૃઘ્‍ધિ અને વિકાસ ૫ર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે અને ઘણીવાર પાક બળી ૫ણ જાય છે. પાણી ભરાઈ રહેવાને કારણે જમીનમાં ઓકિસજન, કાર્બન ડાયોકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ ઘટી જવાથી મૂળનો વિકાસ, જમીનના સુક્ષ્મ જીવાણુઓની વસ્‍તી તેમજ ક્રિયાશિલતા, ઉત્‍સેચકો અને પોષક તત્‍વોના રૂપાંતરણની પ્રક્રિયા ૫ર માઠી અસર થાય છે. આ૫ણા વિસ્‍તારમાં વવાતાં પાકો મોટે ભાગે પાણી ભરાઈ રહેવાની ૫રિસ્‍થિતિ સામે પ્રતિકારકશકિત ધરાવતાં નથી,જેથી ઉત્પાદન માં ઘટાડો થાય છે. એક અંદાજ અનુસાર કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ 550 પીપીએમ થાય તો ડાંગર, ઘઉં, તેલિબીયા અને કઠોળ પાકોના ઉત્પાદનમાં 10-20% વધારો થઈ શકે છે. વાદળ છાયા હવામાનને લીધે સૂર્યપ્રકાશ ના કિરણો માં ઘટાડો થવાથી પાક ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે. મગફળીના પાકની ફૂલ અવસ્‍થાથી ડોડવા ભરાવાની અવસ્‍થા દરમ્‍યાન વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય.

Most Popular

To Top