Vadodara

પૂરના ડરથી સમા બ્રિજ પર કતારબંધ કારનું પાર્કિંગ

વડોદરા: વડોદરામાં બુધવારે સતત પડેલા વરસાદ અને હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે લોકોમાં પુર આવવાનો ડર પેસી ગયો છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીની આસપાસ રહેતા લોકોમાં ભારે ઉચાટ જોવા મળ્યો હતો. આજે રાતે આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી નદીની સપાટી વધશે. આના કારણે સમાની સિદ્ધાર્થ બંગલોઝ સહિતની નીચાણવાળા વિસ્તારના સોસાયટીના લોકોએ તેમના કાર અને મોટર સાઇકલ સહિતના વાહનોનું સમા બ્રિજ પર પાર્કિંગ કરી દીધું હતું. પૂલ પર બંને તરફ વાહનોનું કતારબધ્ધ પાર્કિંગ જોવા મળ્યું હતું. બુધવારની રાત આ વિસ્તારના લોકો ભારે ટેન્શનમાં વિતાવશે.

Most Popular

To Top