Vadodara

પૂરથી પરેશાન લોકોએ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સામે આક્રોશ ઠાલવ્યો

પરશુરામ ભઠ્ઠામાં કોઈ સહાય પહોંચી નથી, લોકોએ સંઘવીને ઘેર્યા


પુરથી જળબંબાકાર થયેલા વડોદરાની સ્થિતિ જોવા માટે રાજ્ય સરકારના મંત્રીઓની વડોદરામાં લાઈન લાગી છે. ગઈ કાલે રાજ્ય સરકારના બે મંત્રીઓ વડોદરાની પુર પછીની પરિસ્થિતિને જોવા આવ્યા હતા અને આજે ગૃહ રાજ્યમંત્ર હર્ષ સંઘવી વડોદરા આવી પોહચ્યાં હતા. હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વડોદરાની સ્થિતિ ની ચિતાર મેળવ્યો હતો . ત્યાર બાદ હર્ષ સંઘવી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ જોડે અનેક વિસ્તારોમાં પુર પછીની સ્થિતિ જોવા નીકળ્યા હતા. ત્યારે પરશુરામ ભઠા માં પણ ગયા હતા. ત્યાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક મહિલાએ હર્ષ સંઘવી mના કાફલા માં જઈ ગૃહ મંત્રીને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે અમને કોઈ સહાય મળી નથી. ત્યારે પોલીસે બાજી સાંભળી હતી .
સ્થાનિક પોલીસે કરી સમજાવટ બાદ લોકો શાંત થયા હતા. હર્ષ સંઘવી બાદમાં આગળ વધ્યા હતા. પરશુરામ ભઠ્ઠા માં પુરમાં કોઈ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ ભભૂકયો હતો .

Most Popular

To Top