સ્થાયી સમિતિના અધ્યક્ષનું સૂચન સર આંખો પર
પ્રતિનિધિ વડોદરા તા. 14
ગત 26 ઓગસ્ટના રોજ વડોદરામાં આવેલા પૂરે શહેરમાં શું તબાહી મચાવી તે સૌ કોઈ નાગરિકોએ પોતાની નજરે નિહાળી છે. વિશ્વામિત્રી નદી ના તટ નજીક ના વિસ્તારોમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે લોકોની ઘરવખરી સહિત નો સામાન તહેશનહેશ થઈ ગયો હતો. અને તેવામાં પાછું વડોદરા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે શહેરના લોકોએ હવે જાતે બોટ, તરાપા અને દોરડા વસાવા પડશે. આ નિવેદન બાદ શહેરના સૌ કોઈ નાગરિકો અચંબામાં હતા. જેનો વિરોધ પણ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો.
આજરોજ વડોદરા શહેરના અકોટા વિસ્તારના સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટે કંઈક એવું કામ કર્યું જેનાથી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. પૂર આવ્યું તે સમયે અકોટા વિસ્તારમાં નાગરિકોને ઘણી હાલાકી ભોગવી પડી હતી. લોકોના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. તેવામાં ચિરાગ બ્રહ્મભટ્ટ નામના નાગરિક આજરોજ એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં પોતાની પત્નીના આભૂષણો ગીરવે મૂકી લોન લેવા માટે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ તેમને જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પૂરના કારણે તેમને ઘણું નુકસાન થયું છે અને હવે ઘરમાં રૂપિયા વધ્યા નથી. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ છીએ પ્રકારનું સૂચન નાગરિક કોને કર્યું છે કે હવે પૂરની પરિસ્થિતિ નો સામનો કરવા માટે નાગરિકોએ જાતે જ બોટ, તરાપા અને દોરડા જેવી વસ્તુઓ રાખવી પડશે એટલે મારા ઘરના આભૂષણો આજે ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી ત્યાંથી હું લોન મેળવીશ અને લોન ની રકમથી બોટની ખરીદી કરીશ.
ત્યારબાદ ખાનગી ફાઈનાન્સ કંપની માંથી લોન મેળવી ચિરાગ બ્રહ્મભટ્ટ નામના નાગરિક નવી બોટ ખરીદવા માટે પહોંચ્યા હતા. નવી બોટ સ્ટોકમાં ન હોવાથી તેમના દ્વારા બોટ ખરીદવા માટે બુકિંગ કરવામાં આવ્યું હતું. જાણવા જેવી બાબત એ છે કે સ્થાયી સમિતિ અધ્યક્ષના એક નિવેદનથી લોકો પર કેવા પ્રકારની અસર થાય છે કે લોકો પોતાના ઘરના સોનાના આભૂષણો ગીરવે મૂકી લોન લઈને બોટ ખરીદવા માટે જાય છે.
પૂરગ્રસ્ત નાગરિક ગોલ્ડ લોન લઈને પહોંચ્યો બોટ અને તરાપા ખરીદવા
By
Posted on