Limkheda

પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા



લીમખેડા: લીમખેડા તાલુકાના બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા બ્લોક કક્ષાના કલા ઉત્સવમાં પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

આ કલા ઉત્સવ દરમિયાન શાળાની વિધાર્થિની પટેલ કિંજલ નરેશભાઈએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કાલતનીયા મોહિતએ સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

આ બંને વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિક પ્રજાપતિ, પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના આચાર્ય સુરેશભાઈ પ્રજાપતિ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ બંને વિદ્યાર્થી આગામી સમયમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં લીમખેડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે.

અહેવાલ:;દિનેશ શાહ
લીમખેડા

Most Popular

To Top