પાલિકાની પાણી વિતરણ કરતી કચેરી એ જઈ સ્થાનિકો નો હલ્લા બોલ
વડોદરાના નાગરવાડાના રહેવાસીઓ પીવાના પાણીની તીવ્ર કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો દ્વારા પાલિકાની પાણી વિતરણ કચેરી પર જઈ વિરોધ પ્રદર્શન કર્યો હતી. સ્થાનિકો સ્વચ્છ પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહયા છે, જેને કારણે કેટલાક ઘરો પાણીની અછતને કારણે ઘરમાં રસોઈ પણ રાંધી શકતા નથી.

વડોદરા, “સ્માર્ટ સિટી” તરીકે વિકસિત કરી રહ્યા હોવા છતાં, સ્વચ્છ પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે. આ મુદ્દાને કારણે રહેવાસીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે .
પોતાની પ્રાથમિક સુવિધાની માંગણીઓ સાથે સેંકડો રહેવાસીઓ દૂષિત પાણી પુરવઠાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકો સ્વચ્છ પીવાના પાણીની જરૂરિયાત માટે હાલની પાણી પુરવઠા પ્રણાલીને બદલવાની માંગ કરી રહ્યા છે .
સ્થાનિકો ને પૂરા પાડવામાં આવતા પાણીની ગુણવત્તા અંગે ચિંતિત થય રહ્યા છે, જેના કારણે આરોગ્યની ચિંતાઓ વધી છે
ઘણા ઘરો માં રસોઈ અને પીવા સહિતની મૂળભૂત જરૂરિયાતો માટે પૂરતું પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે .
સ્થાનિક લોકો માને છે કે પાલિકાના અધિકારીઓએ તેમની મૂળભૂત જરૂરિયાત ની તકલીફો દૂર કરવા માટે પૂરતા પગલાં લીધા નથી, જેના કારણે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જો અધિકારીઓ પીવાના પાણીની કટોકટીનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં નહીં લે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે, સાથે સાથે ઉગ્ર આંદોલન અને પાલિકા કચેરી એ ધારણા કરવામાં આવશે . રહેવાસીઓ લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.
