સીંગવડ: પીપલોદના રેલવે પાટાને ઓળંગતી વખતે એક મહિલાનું દેહરાદુન ટ્રેનમાં આવી જતા મૃત્યુ થયું હતું. દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે સવારના સમયે એક ટ્રેન નીચેથી નીકળીને પાટા ઓળંગતી વખતે અચાનક દેહરાદુન ટ્રેન આવી જતા એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે આ બહુ જૂની ફાટક હોય આ ફાટક પર થી લોકોને આવવા જવા માટે રેમ્પ બનાવવા માટે રજૂઆત કરવામાં આવ્યા છતાં આજદિન સુધી આ જૂની ફાટક પર બનાવવામાં નહીં આવતા રેમ્પ બનાવવા નહીં આવતા અવારનવાર આવા એક્સિડન્ટો થતા રહે છે અને મૃત્યુ પામે છે. માટે આ ફાટક પર જલ્દીથી રેમ્પ બનાવવામાં આવી તેવી લોકોની માંગ છે.