લોકો નદીના વહેતા પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા
પાવી જેતપુર: છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સિહોદ ખાતે ભારજ નદી ઉપર આવેલો બ્રિજ બે વર્ષ અગાઉ તૂટી ગયો હતો. જ્યારે બે વખત રૂપિયા 6 કરોડના ખર્ચે ઓલવેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યા, જે નદીના ધસમસતા પાણીમાં ધોવાઈ ગયા. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને પ્રજાએ 40 થી 50 km નો ફેરો ફરીને સ્થળ ઉપર પહોંચવું પડે છે. જેના કારણે નાણાં અને સમયનો બગાડ થાય છે પરંતુ શું? કરે મજબૂરી છે ભારજ નદીના ધસમસતા પાણીમાંથી લોકો વાહનો લઈને પસાર થતાં જોવા મળી રહ્યા છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે નદીના પાણીમાં ટ્રેક્ટર નદી પસાર કરતા સમયે ફસાઈ ગયું હોય ત્યારે બાઈક ચાલકો બાઈક લઈને નદી પસાર કરતા હોય તે વખતે ફસાઈ ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે.
હાલ છોટા ઉદેપુર થી બોડેલી જવામાં અને બોડેલી થી છોટાઉદેપુર આવવામાં માત્ર એક બ્રિજ તૂટી જવાથી પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે લોકોને ભારે આર્થિક તંગી નો પણ સામનો કરવો પડે છે પરંતુ મજબૂરી ખાતર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પાવીજેતપુરની ભારજ નદીમાં પણ પ્રજાએ જનતા ડાયવર્ઝન બનાવ્યો પરંતુ નદીના પાણીનું વહેણ વધતા તે ધોવાઈ ગયું. જ્યારે હાલ જોખમ લઈને લોકો નદીના પાણીમાંથી વાહનો લઈ તથા ચાલતા પસાર થતા જોવા મળી રહ્યા છે જે ક્યાં સુધી વ્યાજબી કહેવાય તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે તેવી જિલ્લા વાસીઓની પ્રબળ માંગ ઉઠી છે.
તસ્વીર: આરીફ ખત્રી