Jetpur pavi

પાવી જેતપુરની ઓરસંગ નદી પાસે એક કારમાંથી રૂ.૩.૧૪ લાખનો દારૂ ઝડપાયો

ગુજરાત મિત્ર.પાવી જેતપુર:

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર ટાઉન શંકરટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે એક સફેદ કલરની સ્કોર્પીયો ફોર વ્હિલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૩,૧૪,૩૯૭ નો ગણનાપાત્ર પ્રોહી મુદામાલ જેતપુરપાવી પોલીસે ઝડપી પાડ્યો છે.


એલ.પી.રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર, જેતપુર પાવી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનરલ કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં પ્રોહી અંગેની કામગીરીમાં નીકળ્યા હતા. તે દરમ્યાન જેતપુર ટાઉન શંકર ટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે સફેદ કલરની સ્કોર્પીયો ગાડી આર.ટી.ઓ.રજી નંબર GJ-02-AP-4355 માંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની મોટી તેમજ બીયરની બોટલો નંગ-૭૭૭ કિ.રૂ.૩,૧૪,૩૯૭ તથા મુદામાલની હેરાફેરીમા પકડાયેલી સફેદ કલરની સ્કોર્પીયો ગાડી આર.ટી.ઓ.રજી નંબર GJ-02-AP-4355 જેની કિ.રૂ. ૫,૦૦,૦૦૦ તેમજ ગાડીમાં મળી આવેલો એક વિવો કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૮,૧૯,૩૯૭નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો.

Most Popular

To Top