બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સુપ્રસિદ્ધ એવું પાવીજેતપુર ભારજ નદીનું ડાયવર્ઝન જે સરકારના તથા જનતાના ટેક્સના પૈસાનું બનાવવામાં આવે છે, છતાં પણ જનતાના ઉપયોગમાં આવતું નથી.
પહેલીવાર જે ડાયવર્ઝન 2. 39 કરોડ રૂપિયા ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું . જ્યારે બીજી વાર તેની ડબલ રકમ કરી ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. જ્યારે ત્યાંના અધિકારીઓની બાજ નજર હોવા છતાં પણ ડાયવર્ઝન પ્રથમ પાણીએ જ ધોવાઈ ગયું. તો શું એમાં અધિકારીઓની મિલી ભગતથી ભ્રષ્ટાચાર થયો હશે એવા અનેક સવાલો સ્થાનિક લોકોના મનમાં ચાલી રહ્યા છે. આ ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક લોકોને પાવીજેતપુર તથા બોડેલી માટે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે આ ડાયવર્ઝન પ્રજાના ઉપયોગ માટે ક્યારે બનશે