Bodeli

પાવીજેતપુરના કલારાણી ગામે મેઘરાજાની મહેરથી મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળ્યા

ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઘર પાણી ઘૂસ્યા, તથા ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થયું

બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તૂટક તૂટક વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે. પાવીજેતપુરના કલારાણી મુકામે સતત વરસાદ વરસતા કવાટ તરફ જતા મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળવાના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ ઉપર બંને સાઈડે લાંબા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાથે સાથે કલારાણી ગામે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કલારાણી ગામના ગોપાલ ફળિયામાં નીચાણ વાળો વિસ્તાર હોવાથી એક મકાનમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયું હતું અને રસ્તા ઉપર રાખેલું ટ્રેક્ટર પણ પાણીમાં અડધો ઉપર ડૂબેલું જોવા મળ્યું હતું.

ગોપાલ ફળિયામાં રહેતા મુબારક ભાઈ હાજી ના મકાનમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો જોવા મળ્યો અને સાથે સાથે સામે મુકેલું ટ્રેકટર પણ અડધો ઉપર ડૂબી ગયું હતું. જેથી આ વરસાદમાં તેઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.


તસવીર: ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર

Most Popular

To Top