હાલોલ:
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં પાવાગઢ તળેટીથી માંચી સુધીના માર્ગના ₹12.29 કરોડના ખર્ચે થનારા રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન કાર્યક્રમ તા. 9 ફેબ્રુઆરી, સોમવારના રોજ યોજાયો હતો. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના કરકમળે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચાર સાથે પૂજા-અર્ચના કરીને રોડ રિસર્ફેસીંગ કામનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યથી યાત્રિકો તથા સ્થાનિક લોકોને સુવિધાજનક અને સુરક્ષિત માર્ગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડ, પાવાગઢ પંચાયતના સરપંચ તથા પંચાયતના સભ્યો, રાજકીય અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિકોમાં આ વિકાસ કાર્યને લઈ આનંદની લાગણી જોવા મળી હતી અને પાવાગઢ આવતા લાખો યાત્રિકો માટે આ માર્ગ વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ