Halol

પાવાગઢ ખાતે જાગૃત હિન્દુ સંગઠન દ્વારા આતંકી હુમલાના શહીદોને મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ


હાલોલ: કાશ્મીરના પહેલગામમાં તારીખ ગત 22/04/2025 મંગળવારના રોજ પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓએ પોતાની કાયરતાનો પરચો આપી પહેલગામ ફરવા ગયેલા ભારતના નિર્દોષ નાગરિક એવા પર્યટકોને નિશાન બનાવી તેઓની ઉપર ગોળીબાર કરી 26 જેટલા નિર્દોષ ભારતીય પર્યટકોની હત્યા કરી હતી. જેને લઈને સમગ્ર દેશભરમાં જ નહીં વિશ્વભરમાં આ નાપાક નીચ એવા હલકટ કૃત્યની નિંદા કરી સૌ કોઈએ આ કાયર આતંકવાદીઓને અને તેઓને પનાહ આપતા પાકિસ્તાનને જડમૂળમાંથી ઉખેડી નેસ્તનાબૂદ કરવાની પ્રબળ માંગ કરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી આ બર્બરતા અને કાયરતાપૂર્ણ હુમલામાં શહીદ થયેલા ભારતના નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રવિવારે સવારે 11:00 સમયગાળા દરમિયાન હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે જાગૃત હિન્દુ સંગઠન દ્વારા હનુમાનજી મંદિર પોલીસ સ્ટેશનની બાજુમાં પાવાગઢ ગામ ખાતે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં હકુભા ગઢવી પ્રખંડ સંયોજક બજરંગ દળ પાવાગઢ તથા પાવાગઢના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top