વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સહિત કાઉન્સિલરો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા


(પ્રતિનિધિ) વડોદરા તા. 31
નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે શહેરમાં રવિવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સન્ડે ઓન સાયકલ અંતર્ગત ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે સાયક્લોથોનનુ આયોજન સયાજીબાગ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાઇ સમિતિના ચેરમેન, સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યાં હતાં.વડોદરાના મેયર પિન્કીબેન સોની ગેરહાજર રહેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.


શહેરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે,પાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત ફિટ ઈન્ડિયા મુવમેન્ટના ભાગ રૂપે સાયકલ રેલી યોજવામાં આવી હતી.જે સાયકલ રેલીને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ,કમિટીના ચેરમેન દ્વારા લીલી ઝંડી બતાવી સાયક્લોથોન રેલીને પ્રસ્થાન કરાવી હતી.આ રેલી સયાજી બાગ થી પ્રસ્થાન થઈ એસ.એસ.જી. હોસ્પિટલ,જેલ રોડ,કોઠી ચાર રસ્તા, કાલા ઘોડા થઈ સયાજી બાગ ખાતે સમાપ્ત થઈ હતી.જ્યારે આ રેલીમા સાંસદ, ધારાસભ્યો, મેયર સહિત અન્ય હોદેદારો ગેરહાજર રહ્યા હતા જે અંદરોઅંદર ચર્ચાનો વિષય બન્યો હતો.