વિશ્વામિત્રીના આખા પટમાંથી રેમ્પ બનાવાનું કામ શરુ કરાયું
વડોદરા મહાનગર પાલિકાએ વિશ્વામિત્રી નદીને પુનર્જિત કરવા માટે 100 દિવસનો પ્લાન બનાવ્યો છે અને કમુરતા પછી નદી પરનો કાપ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે 1200 કરોડ આપવાની જાહેરાત કરી છે અને જે માટે સરકારના પૂર્વ સચીવ નવલાવાલાએ અનેક વખત બેઠકો કરી હતી. ત્યારે હવે પાલિકાએ 100 દિવસનો માસ્ટર પ્લાન્ટ બનાવ્યો છે. જેની શરૂઆત કમૂર્તા બાદ કરવામાં આવશે જેમાં 23 કિલોમીટર વડોદરા વિશ્વામિત્રી નદીનો કાપ દૂર કરી નદીની ક્ષમતા વધારવાની કામગીરી હાથ ધરાશે અને કામગીરીમાં પાલિકાની ટીમ જોડાશે અને હાલ પૂર્વ તૈયારી રૂપે શુક્રવારે વડસર બ્રિજ વિશ્વામિત્રી નદી પાસે પોલેન્ડ મશીનથી લેન્ડિંગ પોઇન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વિશ્વામિત્રી પૂર નિવારણ માટે એક હાઇ પાવર કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટિ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેને મુખ્યમંત્રીએ મંજુર રાખતા હવે સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પુરેપૂરા ભાગમાં તેને ઉંડી અને પહોળી તથા સફાઇની કામગીરી કરવામાં આવનાર છે. હાલમાં અલગ અલગ જગ્યાઓએ 50 જેટલા સ્થળોની ઓળખ કરાઇ છે. ત્યાંથી વાહનો અવર-જવર કરશે. આ કામગીરી ઝડપથી થાય અને સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાય, તે માટે પોકલીન મશીન મારફતે રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિતેલા ચાર દિવસથી આ કામગીરી ચાલુ છે.
મ્યુ.કમિશનર દિલીપ રાણા એ જણાવ્યું હતું કે વડોદરાના વિનાશક પૂર બાદ ફરી એકવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે,કમૂરતા બાદ વિધિવત રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવનાર છે.હાલ વિશ્વામિત્રીના આખા પટમાંથી રેમ્પ બનાવાની કામગીરી અંતર્ગત રેમ્પપરથી મશીનો ઉતારવાનું શરુ કરાયું છે.વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 100દિવસનો માસ્ટર પ્લાન બનાવાયો છે 100 દિવસના આ માસ્ટર પ્લાનમાં 12 ટીમ કામ કરશે.