પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરી હેઠળ બે ટ્રક ભરીને સામાન કબ્જે કરાયો
વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના બ્રિજ નીચે તેમજ સર્વિસ રોડ ઉપર ઉભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા સાથે મળી કાર્યવાહી કરવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડો. લીના પાટીલ, નાયબ પોલીસ કમિશ્નર જ્યોતિ પટેલ ના માર્ગદર્શન હેઠળ તા.10/03/2025 ના રોજ ક્લાક 16/00 થી 17/00 સુધી ગોલ્ડન ચોકડી તથા કપુરાઈ ચોકડી અને તા.11/03/2025 ના રોજ ક્લાક 15/30 થી 16/30 સુધી આજવા ચોકડી તેમજ વાઘોડીયા ચોકડી ખાતે આવેલ સર્વિસ રોડ ઉપરના દબાણો દૂર કરવા અંગે વડોદરા મ્યુ. કોર્પોરેશન દબાણ શાખા તથા પોલીસ દળ સંયુક્ત રીતે મદદનીશ પોલીસ કમિશ્નર જે. આઈ. વસાવા, ટ્રાફિક પો.ઈન્સ એમ. એમ દીવાન, હરણી પો.સ્ટે. પો.સબ. ઈન્સ. એન એમ પ્રિયદર્શી, બાપોદ રોયલ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ ડી જે મરંડ, કપુરાઈ રોયલ ઇન્ચાર્જ પો.સબ.ઈન્સ એસ.વી.સાખરા, હરણી રોયલ ઇન્ચાર્જ એએસઆઈ વિક્રમભાઈ મોહનભાઈ, સમા રોયલ ઈન્ચાર્જ એએસઆઈ સમીર સીતારામ, પાણીગેટ રોયલ ઇચાર્જ એએસઆઈ મનસુખભાઈ દેવજીભાઈ, તથા સ્થાનિક પો.સ્ટે તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ તેમજ વડોદરા મ્યુ. કોર્પોરેશન દબાણ શાખાના ગોહિલ તેમજ તેમની સાથે આવેલ દબાણશાખાની ટીમ સાથે હાજર રહી ગેરકાયદેસર રીતના લગાવવામાં આવેલ વાહનો પથારા-લારીઓ, લટકણીયા, વાંસ-પાઇપો, હોર્ડિંગ્સ વગેરેનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. જેમાં બે ટ્રક જેટલો સામાન કબ્જે કરવામાં આવ્યો. તે સામાન મ્યુ. કમિશ્નરની કચેરી ખાતે જમા લઇ જવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ . તેમજ રોડ ઉપર આડેધડ પાર્ક થયેલ વાહનો વિરુધ્ધ ઈ-ચલણ આપવામાં આવ્યાં.
