વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.